આજ દિવસ સુધી (17 માર્ચ, 2025) 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના […]
Author: JKJGS
રાજ્યકક્ષાની સ્પર્ધામાં 4000 કલાકારો ભાગ લેશે, 37 વિવિધ કલા કૃતિઓનું પ્રદર્શન
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભ ગાંધીનગરમાં શરૂ થયો છે. આ કાર્યક્રમ 17થી 20 માર્ચ દરમિયાન ટાઉનહોલ અને ગોપાલક વિદ્યા સંકુલમાં યોજાશે. સ્પર્ધામાં ઉત્તર ઝોન, મધ્ય ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાતના લગભગ 4000 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, સુગમ […]
હેમુ ગઢવી હોલ ખાતે રાજ્ય કક્ષાની સાહસિક પ્રવૃત્તિ પ્રોત્સાહન શિબિરનો શુભારંભ કરાયો
ફાયર સેફટી, સાઇબર સિક્યુરિટી સહિતની આપાતકાલીન સ્થિતિઓ વિશે ૪૦૦થી વધુ બહેનોને માર્ગદર્શન અપાયું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સાહસિક પ્રવૃતિ પ્રોત્સાહન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભ પ્રસંગે હેમુ ગઢવી હોલ ખાતે આપાતકાલીન પરિસ્થિતિ વિશે એસ.ડી આર.એફ ની કંપની એસ.આર.પી. ગ્રુપ ૧૩ ઘંટેશ્વર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. શિબિરમાં સાયબર […]
ઉપલેટાના વડાળી ગામે ૪૦ વીઘામાં ‘સારથિ પ્રાકૃતિક ફાર્મ’ માં ડ્રેગન ફળ અને બ્રોકલી સહીત શાકભાજીની કરાય છે પ્રાકૃતિક ખેતી
‘આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ સાથે પ્રાકૃતિક ખેતી શરુ કરનારા ઉપલેટા તાલુકાના વડાળી ગામના નીતિનભાઈ અઘેરા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રોલ મોડેલ બન્યા છે. વડાળી ખાતે નીતિનભાઈએ ૪૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક ઢબે શરુ કરેલી. જેમાં ડ્રેગન ફ્રૂટ અને તરબૂચ સમાંતરે વાવ્યા છે. આજના સમયની માંગ મુજબ હવે […]
મહિલા દિનની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કેક કાપી શિક્ષિકાઓનો ઉત્સાહ વધાર્યો
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા તાલુકાનાં વસરાઈ ગામ સ્થિત દિશા ફાઉન્ડેશન ઢોડીયા સમાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉદ્દઘાટન સમારોહમાં નારીશક્તિને સન્માનવાનાં શુભ હેતુસર મહુવાનાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કેક કાપી શિક્ષિકા બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે શિક્ષિકાઓની બહુવિધ શક્તિઓને બિરદાવી વર્તમાન પડકારો ઝીલી […]
વરીયાવની શાળા ક્રમાંક ૩૧૩ નાં વિદ્યાર્થીઓ રમતોત્સવ ૨૦૨૫ માં ઝળકયાં
ભારત સરકારનાં ખેલો ઇન્ડીયા અભિયાનને સાર્થક પૂરવાર કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા ભાણકી સ્ટેડીયમ, રાંદેર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાંદેર અને સેન્ટ્રલ ઝોનનાં કુલ ૩૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અત્રે કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩ વરીયાવનાં વિધાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. શર્મા રાજાએ ગોળા ફેંકમાં પ્રથમ ક્રમ, […]
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ – સાવરકુંડલા ખાતે ૧૫ મી માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલામાં ૧૫ મી માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં ગ્રાહકની જાગૃતિ માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલ આ સ્પર્ધામાં નંબર મેળવેલ વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ ગ્રાહક સુરક્ષા વિશેના અધિકારો, હકો તેમજ ફરિયાદ નિવારણ અંગેનું માર્ગદર્શન શાળાના ગ્રાહક સુરક્ષાના કન્વીનર […]
બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહા સંમેલન બોટાદ ખાતે યોજાયું
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય માં પરમાત્મા શિવ દ્વારા શીખવતા સહજ રાજ યોગ અને અધ્યાત્મિક જ્ઞાન ને પોતાના જીવન માં અપનાવી જેમણે પવિત્રતા નું વ્રત લીધું છે.અને ગ્રહસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થ ને સુગંધિત ઉપવન બનાવ્યું છે.એવા બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોનના તપસ્વી બ્રહ્મચારી ,રાજર્ષિ યુગલો નું મહાસંમેલન તા.૧૬/૩/૨૪ ના રોજ મહાદેવ ગાર્ડન […]
સાવરકુંડલા ખોડલધામ સમિતિના પ્રમુખ અને શહેરના લબ્ધપ્રતિષ્ઠિત બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અતુલભાઇ કાનાણીને પૂ. ભક્તિરામબાપુ અને જીતુભાઈ શેલડીયાની પ્રેરક ઉપસ્થિતમાં શુભકામનાઓ પાઠવી
સાવરકુંડલા ખોડલધામ સમિતિના પ્રમુખ જાણીતા બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અતુલભાઇ કાનાણીને પ્રમુખપદે નિયુક્ત થતાં પ. પૂ. ભક્તિરામબાપુ અને જીતુભાઈ શેલડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શુભકામનાઓ પાઠવી સાથે સાથે અતુલભાઇ કાનાણી તેમજ જીતુભાઈ શેલડીયા સાથે હળવી પળોમાં પોતાની કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાતે પણ લઈ જતાં જોવા મળેલ બિપીન પાંધી સાવરકુંડલા
અમરેલી જિલ્લા ભાજપના નવ નિયુક્ત યશસ્વી અધ્યક્ષ શ્રી અતુલભાઇ કાનાણીજી એ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના સાવરકુંડલા સ્થિત જનસેવા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત કરાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું
આ તકે સુરેશ પાનસુરીયા અને મિત્ર મંડળ દ્વારા નવનિયુક્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઇ કાનાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. બિપીન પાંધી સાવરકુંડલા










