Gujarat

અમદાવાદના દાણીલીમડામાં મનપા. ના વાહનની પાછળ મોપેડ ધડાકાભેર અથડાતા ચાલકને ગંભીર ઈજા

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા વૈકુંઠધામ મંદિર નજીક એક બેફામ ટુ વ્હીલર અચાનક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં મોપેડચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના દાણીલીમડા વૈકુંઠધામ મંદિર પાસેના રોડ પરથી […]

Gujarat

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ૩ મહિનાના બાળકને ચાંદીપુરા વાયરસમાંથી નવું જીવન અપાવ્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. અહીં સારવાર લઈ રહેલા માત્ર ૩ મહિનાના એક બાળકને ઘાતક ચાંદીપુરા વાયરસમાંથી છુટકારો અપાવવામાં આવ્યો છે. પરપ્રાંતીય પરિવારના આ બાળકની હાલત ગંભીર હતી, પરંતુ સિવિલના ડોક્ટરોની ટીમે અથાક મહેનત કરીને બાળકનો જીવ બચાવ્યો છે. ચાંદીપુરા વાયરસ બાળકોમાં ખૂબ જ ઝડપથી અસર કરે છે અને […]

Gujarat

અમદાવાદમાં સીએનજીના વધતા ભાવના વિરોધમાં પ્રગતિ રિક્ષા યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન

સીએનજી ગેસના કંપની દ્વારા સતત વધી રહેલા ભાવના વિરોધમાં પ્રગતિ રિક્ષા યુનિયન દ્વારા ૫ અને ૬ ઓગસ્ટે બે દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણી રિક્ષાઓ ચાલુ હતી, જ્યારે ઘણા વિસ્તારોમાં રિક્ષા બંધ હાલતમાં જાેવા મળી હતી. શહેરના વેજલપુર સહિતના અમુક વિસ્તારોમાં રિક્ષા ચાલકોના એક જૂથે અન્ય […]

Gujarat

ઉનામાં પોલીસનું મેગા કોમ્બિંગ, 21 આરોપી ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા, ઉના શહેરમાં પોલીસે મેગા કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. એલ.સી.બી., એસ.ઓ.જી. અને ઉના પોલીસની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે કાર્યવાહી કરીને કુલ 21 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પ્રોહિબીશન, હથિયાર ધારા અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ વિવિધ કેસ નોંધવામાં આવ્યા […]

Gujarat

ભાચા ગામના ગઢ વિસ્તારમાંથી નર દીપડો પાંજરે પુરાયો

ઉના તાલુકાના ભાચા ગામના ગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળતી હતી. આના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ હતો. દીપડો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતો હોવાથી લોકો વાડીમાં જવા અને રાત્રિના સમયે બહાર નીકળવામાં ડર અનુભવતા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જસાધાર વન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને […]

Gujarat

દ્વારકામાં જુગારધામ પર દરોડો, પાંચ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અંબુજા નગર વિસ્તારમાંથી ₹2.20 લાખના મુદ્દામાલ સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દ્વારકા પીઆઇ એમ.જી. જાડેજા અને પીએસઆઇ આર.એલ. ચોપડાની ટીમે એસપી જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઝડપાયેલાઓમાં પરેશભાઈ મધુભાઈ વાળા, પ્રદીપભાઈ […]

Gujarat

ઓખા સહિત દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોસ્ટલ પેટ્રોલિંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે ગુજરાત સરકારની મરીન ટાસ્ક ફોર્સે મેગા કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્રીજી ઓગષ્ટના યોજાયેલા આ અભિયાન દરમિયાન ઓખા સહિત અનેક સંવેદનશીલ સ્થળોએ મરીન કમાન્ડોઝ દ્વારા ચાંપતી નજર રાખી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અભિયાન એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર […]

Gujarat

પંચમહાલમાં 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની તૈયારીઓ તેજ

પંચમહાલ જિલ્લામાં 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના સફળ આયોજન અને વિદ્યાર્થીઓની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC) દ્વારા 10 થી 17 વર્ષના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી આ 32મી […]

Gujarat

ઉતેલીયામાં અબોલ પશુઓ માટે પરાળના 600 ગંઠા – ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

ધોળકા તાલુકાના ઉતેલીયા ગામે તાજેતરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી ઊભી થઈ હતી. આ વિકટ સમયમાં તા.3 ઓગસ્ટ 2026ના રોજ અબોલ પશુઓની વહારે આવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ​પ્રાપ્ત માહિતી મુજબ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિમાં અબોલ જીવોની સ્થિતિ કફોડી બનતાં, ધોળકા પ્રાંત ઓફિસના શિરસ્તેદાર કુણાલભાઈ વાટલીયા સાથે ટેલિફોનિક […]

Gujarat

ક્રેડિટ કાર્ડમાં રીવોર્ડ પોઇન્ટ આપવાનું કહીને 1.85 લાખની ઠગાઈ

અમદાવાદ કાલુપુરના વેપારીને અજાણી યુવતીએ ICICI બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાં 4 હજાર રીવોર્ડ પોઇન્ટ આપવાના બહાને 1.85 લાખ પડાવ્યા છે. યુવતીએ વેપારીને ફોર્મ મોકલી વિગતો મેળવી હતી, જેબાદ OTP પણ મેળવી લીધો હતો. જેના આધારે વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી 1.85 લાખનું ફ્રોડ કર્યું હતું. જે મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ […]