જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલે ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવ, ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવ સાથે કરી હતી. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રજ્વલન તેમજ ભગવાન શ્રી ગણેશ અને ગુરુવંદના સાથે કરવામાં આવ્યો, જે જ્ઞાન, વિવેક અને શુભ શરૂઆતનું પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન પ્રાચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કર્યા, જેમાં શિક્ષકોના જીવન ઘડતર અને સફળતાના માર્ગદર્શનરૂપ અમૂલ્ય યોગદાન પર […]
Gujarat
અમરેલી 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પરપ્રાંતીય મહિલાની સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકના જીવ બચાવ્યા
અમરેલી લોકેશનની 108 ટીમને તા. 28/07/2026 ના રોજ રાત્રે 10:35 કલાકે સાંગાડેરી ગામના વાડી વિસ્તારમાં પ્રસૂતિનો કોલ મળતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રસૂતાને સારવાર માટે જનરલ સિવિલ હોસ્પિટલ, અમરેલી ખાતે લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવી હતી. દરમિયાન સાંગાડેરી ગામથી અમરેલી તરફના રસ્તામાં જ પ્રસૂતાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી […]
18 વર્ષની યુવતી 27 વર્ષના પરીણીત યુવકના પ્રેમમાં પાગલ બની
વડોદરા શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૨૭ વર્ષના પરિણીત યુવકના પ્રેમમાં અંધ બનેલી 18 વર્ષની યુવતીએ પરિવાર સાથે લગ્નની જીદ પકડી હતી પરંતુ, પરિવારે અસંમતિ દર્શાવતાં યુવતી ઘર છોડીને ભાગી નીકળી હતી. જોકે, રાત્રિના સમયે ન્યાય મંદિર વિસ્તારમાં એકલી બેઠેલી યુવતી પર જાગૃત નાગરિકની નજર પડતાં 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇનની ટીમે સ્થળ પર […]
રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહન અડફેટે મોત નીપજ્યું
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સોખડા ચોકડીથી આગળ ઇન્ડિયન ઓઇલના પ્લાન્ટ સામે ગઇકાલે રાત્રિના અજાણ્યા વાહનના ચાલકે રસ્તો ઓળંગતા અને પારેવડા ગામે રહેતા સમદીનાથ ભોટનાથ બામણીયા (ઉ.વ.32) નામના યુવકને ઠોકર મારી હડફેટે લેતા તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક પોતાની ગાડી સહીત ઘટનાસ્થળેથી નાસી […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડીટોરિયમ હોલના લોકાર્પણ સ્થળેથી 272.26 કરોડના વિકાસકામોને લીલીઝંડી આપશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે રાજકોટ આવવાના છે ત્યારે તેમના હસ્તે 272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના.252.16 કરોડના કામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20.10 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં રાજકોટના બીજા સૌથી મોટા ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી ખુદ અહીં પધારી રહ્યા છે અહીં […]
PGVCL બાદ ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ફ્રોડ
રાજકોટમાં PGVCLના એકાઉન્ટન્ટ સાથે MDના નામે ₹45 લાખની છેતરપિંડીની ઘટના બાદ, સમાન મોડેસ ઓપરેન્ડીથી વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની એક ખાનગી કંપનીના MDનો ફોટો અને નામ ધરાવતા વોટ્સએપ નંબર પરથી મેસેજ કરી એકાઉન્ટન્ટ પાસેથી ₹29 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ […]
TUFS સબસિડીમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો પાસેથી 2500 કરોડની રિકવરી
કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા દેશભરમાં ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (TUFS) હેઠળ અપાયેલી સબસિડીમાં અત્યાર સુધીની સૌથી મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી છે. મંત્રાલય દ્વારા દેશભરમાંથી શંકાસ્પદ જણાતી અંદાજે 7 હજાર જેટલી ફાઈલોમાં તપાસ કરીને રૂ. 5100 કરોડની સબસિડી રિકવરી કાઢવામાં આવી છે. આ તપાસનો સૌથી મોટો સપાટો સુરત પર બોલ્યો છે. દેશની 7 હજાર પૈકી […]
હારીજ ફેડબેંકમાં નકલી સોનાથી ₹4.15 લાખની છેતરપિંડી
પાટણ જિલ્લાના હારીજમાં આવેલી ફેડબેંક ફાઇનાન્શીયલ સર્વિસીસ લિમિટેડની શાખામાં નકલી સોનાનું બ્રેસ્લેટ ગીરવે મૂકી ₹4,15,800ની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે બેંકના શાખા મેનેજર અશ્વિનકુમાર સિંધવે સમીના સલીમ મુસ્તુફા સૈયદ સામે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સમીના હેઠાળોવાસમાં રહેતા સલીમ મુસ્તુફા સૈયદે 16 ડિસેમ્બર, 2025ના રોજ હારીજ ફેડબેંકમાં […]
SP રિંગ રોડ પર વિનવિક્સ કેફેમાં હુક્કાબારનો પર્દાફાશ
સાબરમતી પોલીસે SP રિંગ રોડ પર હોટલ હિલ્લોકની સામે વિનવિક્સ કેફેમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસને રેડ દરમિયાન બે હુક્કા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. જે ગ્રાહકો માટે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 21 હુક્કા, નિકોટીન સહિત 37 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિનવિક્સ કેફેમાંથી હુક્કા જપ્ત કરાયા […]
મેઘપર પોલીસે એક વર્ષની સજાવાળા ફરાર આરોપીને ઝડપ્યો
લાલપુર તાલુકાના મેઘપર પોલીસે નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એક ફરાર આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આ આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખટીયા ગામના પાટિયા પાસે દરોડો પાડી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સામતભાઈ ખોળુભાઈ લાલવાણી […]










