ગુજરાત રાજ્યમાં આગામી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા મુસળધાર બેટિંગ કરશે તેવી અતિ ગંભીર આગાહી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના બુલેટિન મુજબ રાજ્યના અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત કુલ 14 જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 6 […]
Gujarat
જામનગરના 272 તલાટી મહેસૂલી કામથી અળગા, ખેડૂત-છાત્રોના કામો અધ્ધરતાલ
જામનગર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની હડતાળને પગલે ગ્રામ્ય વહીવટ કથળી ગયો છે. જિલ્લાના 422 ગામોના 272 તલાટીઓએ ગત તા.3 જુલાઈથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર જાહેર કર્યો છે, જેને આજે 28 દિવસ પૂર્ણ થયા છે. આ લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે ગ્રામજનો સરકારી કામો માટે કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા છે. સૌથી ગંભીર બાબત એ […]
દેવભૂમિ દ્વારકામાં હાઈવે ઓથોરીટી દ્વારા વિશેષ ઝુંબેશ, નાના મોટા 65 દબાણો દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવે પર સરકારી જમીન પર અનઅધિકૃત દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો સામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વહીવટી અને પોલીસ તંત્રના સહયોગ સાથે સંયુક્ત મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં લગભગ ત્રણેક દિવસ સુધી વિશેષ ઝુંબેશ અંતર્ગત લગભગ 65 જેટલા નાના મોટા દબાણો સાથે ગેરકાયદે હાઇવે જોડાણો દૂર કરી માર્ગ સુરક્ષાને […]
હાઈટેન્શન વીજ લાઈન વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ
જામનગરમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન સામે મળતા વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સરકારના વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં વિરલ બાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કિસાન આગેવાનો અને વિવિધ સમિતિના હોદ્દેદારો જોડાયા હતા. કિસાન આગેવાન પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે, હાઈટેન્શન વીજ લાઈન […]
જામનગરમાં પંચાયતી રાજ પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ
જામનગરના ટાઉનહોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. પ્રભારી મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિકાસમાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની […]
જામનગરમાં શ્રાવણી મેળાના પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ
જામનગરના પ્રદર્શન મેદાન ખાતે શ્રાવણ વદ પાંચમથી અમાસ સુધી, એટલે કે 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પરંપરાગત શ્રાવણી મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ 1 ઓગસ્ટથી કુલ 43 પ્લોટના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્લોટ માટે ભાવ મંગાવવામાં આવ્યા છે. મેળા માટે કુલ 43 પ્લોટ […]
મહુધા કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ : વિધાર્થીઓની સર્જનાત્મક પ્રતિભાને મળ્યું પ્રોત્સાહન
લલિતકલા સમિતિના આયોજનમાં ૧૩ વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ : વિજેતાઓને સન્માનપત્ર એનાયત મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, મહુધામાં વિદ્યાર્થીસંઘની લલિતકલા સમિતિ દ્વારા તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૧૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યકારી આચાર્ય ડો. કે.આર.પટેલે […]
AIના યુગમાં પણ ગુરુનું સ્થાન અડીખમ : મહુધા કોલેજમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો
વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્ય પરંપરા અને આધુનિક યુગમાં ગુરુના મહત્વ અંગે વ્યક્ત કર્યા વિચારો મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી. પટેલ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ‘ગુરુ પૂર્ણિમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ગુરુ પૂજનથી થઈ હતી. મુખ્ય વક્તા પ્રો. બી.જી. પટેલે જણાવ્યું કે AI અને […]
મહુધા કોલેજમાં NCC કેડેટ્સના એનરોલમેન્ટને લઈ ઉત્સાહભર્યો માહોલ
શારીરિક ક્ષમતા અને શિસ્તના આધારે ૧૭ વિદ્યાર્થીઓની કેડેટ તરીકે પસંદગી મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, મહુધાના એન.સી.સી વિભાગ દ્વારા નવા કેડેટ્સના એનરોલમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજના એન.સી.સી ઓફિસર ડો. મનોજ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને કાર્યકારી આચાર્ય ડો. કે.આર.પટેલનું […]
મહુધા પી.એમ. શ્રી કુમાર શાળામાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી
મહુધા : ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મહુધા સ્થિત પી.એમ. શ્રી કુમાર શાળામાં ગુરુ આશીર્વચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોને તિલક કરી, ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શિક્ષક હેમંતભાઈ તથા શિક્ષિકા શ્રીમતી પ્રજ્ઞાબેનના માર્ગદર્શન હેઠળ સાંદિપની ઋષિ આશ્રમ પર આધારિત પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાનું […]










