ડિજિટલ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ કરીને વડાપ્રધાનશ્રીના ડિજિટલ ભારત સંકલ્પને વેગ આપ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જયંતિ અવસરે ગાંધીનગરમાં ખાદી હાટમાંથી ખાદી ખરીદી કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશનના મંત્ર સાથે ખાદીના ઉપયોગ અને ખાદી ખરીદીનો વ્યાપ વધારવાની કરેલી અપીલનો મુખ્યમંત્રીશ્રીએ પ્રતિસાદ આપ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં કીર્તિ મંદિર […]
Gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ અર્પી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતી નિમિત્તે પોરબંદરના કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે પોરબંદર કીર્તિ મંદિરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર ખાતે […]
હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડૉ. પ્રધુમન વાજાની અધ્યક્ષતામાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ભવ્ય શુભારંભ
સાબરકાંઠામાં ‘અમારી શાળા–અમારી જવાબદારી’ અભિયાન હેઠળ એસ.એમ.સી. કીટનું લોકાર્પણ કરાયું વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા શિક્ષણ અને શિક્ષકોની ભૂમિકા પાયાની: મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ગાંધી જયંતીના પવિત્ર અવસરે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. […]
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વચ્ચે મુસાફરો માટે એક ખુબ મોટા અને સારા સમાચાર આવ્યા છે જેમાં, રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા સપ્તાહમાં છ દિવસ કાર્યરત રહેશે, જે બંને […]
અમરેલીના વડિયા તાલુકામાં ૫ લોકો પર હુમલો કર્યા બાદ સિંહણને વન વિભાગ દ્વારા ઝડપીને પાંજરે પુરવામાં આવી
અમરેલીમાં આવેલ વડિયા તાલુકાના અરજણસુખ ગામના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે છેલ્લા થોડા દિવસોમાં કૂલ ૫ લોકો પર હુમલો કર્યા બાદ સિંહણને વન વિભાગ દ્વારા ઝડપીને પાંજરે પુરવામાં આવી છે. સિંહણની આક્રમક સ્થિતિ વચ્ચે વન વિભાગની ટીમે જીવના જાેખમે સિંહણને પકડી પાડી હતી. સિંહણને વન વિભાગની ટીમે ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પુરી હતી. સિંહણના […]
પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી સારવાર સિવિલમાં થઈ સંપૂર્ણ નિ:શુલ્ક
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગની મોટી સફળતા: બે અત્યંત ગંભીર નવજાત શિશુઓને મળ્યું નવજીવન ૨૬ અઠવાડિયે જન્મેલા માત્ર ૧ કિલો વજન ધરાવતા પ્રિમેચ્યોર બાળક અને ગંભીર બેક્ટેરિયલ ચેપથી પીડિત નવજાતને સઘન સારવાર બાદ સ્વસ્થ કરી ઘરે મોકલાયા અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની તબીબી નિપુણતા, આધુનિક સારવાર અને દિવસ-રાતની મહેનતને પરિણામે અત્યંત […]
કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રિય કાર્યાલય સુરત દ્વારા ભરૂચમાં આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શન’નું રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ઉદ્ઘાટન
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શનને રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્યશ્રી રિતેશ વસાવા સહિતના મહાનુભાવોએ રીબીન કાપીને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ અને દુરંદેશી […]
ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ-ધ્યાન શિબિર યોજાઈ
ભરૂચના નર્મદાનગર સ્થિત જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ગાંધી જયંતિના અવસરે યોગ અને ધ્યાન શિબિર યોજાઈ હતી. આ શિબિર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત કરાઈ હતી. વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોજાયેલી શિબિરમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ હાજર રહ્યા હતા. સૌએ વિવિધ યોગાસનો અને ધ્યાનની પ્રવૃત્તિઓમાં ભાગ […]
થરાદ-અમદાવાદ હાઈવેની જમીનમાં ‘બિનખેતી’નો ખેલ
થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન પહેલાં જ જમીનની કેટેગરી બદલીને સરકાર પાસેથી વધુ વળતર મેળવવાના પ્રયાસની શંકા વચ્ચે રજિસ્ટ્રેશન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. નોધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા થરાદના તત્કાલીન સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીની ફરજ દરમિયાન નોંધાયેલા 74 દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. હાલ આર.સી. રબારી સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1, અમદાવાદ-11 (અસલાલી) તરીકે ફરજ […]
વઢવાણ તાલુકા કક્ષાનો વન મહોત્સવ મેમકાના હરિતલાવડીમાં યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના મેમકા ગામમાં આવેલા પવિત્ર હરિતલાવડી ખાતે વઢવાણ તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો. જેમાં સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા. આ પ્રસંગે હાજર મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો. ‘એક પેડ માં કે […]










