લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયાએ એક અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ઘરઆંગણે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવી તેમના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરવા જણાવ્યું છે રમેશભાઈ ગાગીયાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના લોકોના ભલા માટેના કામોને કારણે તેમના પ્રત્યે લોકોમાં ઘણો વિશ્વાસ છે. આથી, નાગરિકો તેમના જન્મદિવસને ખાસ બનાવીને […]
Gujarat
સાંકડા-ગીચ વિસ્તારો, હાઈરાઈઝડ બિલ્ડીંગો સહિતના સ્થળોએ બચાવ કામગીરીમાં બહુઉપયોગી
જામનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં આગ તેમજ આકસ્મિક આપતિઓમાં નાગરીકોના જાનમાલની સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવાના હેતુ સાથે મનપાના ફાયર બ્રિગેડમાં આધુનિક સુવિધાથી સજજ વધુ દશ નવા વાહન વસાવવામાં આવ્યા છે. જામનગર ફાયર સર્વિસના મુદત પુર્ણ થયેલા 14 જેટલા જુના વાહનો સેવામુકત કરવામાં આવ્યા છે.રાજય સરકારની વાહન ફીટનેક અને સ્ક્રેપિ઼ગ પોલીસી અંતર્ગત ત્રણ વર્ષ દરમિયાન જુદા જુદા […]
ગણેશોત્સવ સંદર્ભે જામનગર પોલીસે ડીજે સંચાલકો સાથે કરી બેઠક
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે ગણેશ મહોત્સવ દરમ્યાન ડીજે સંચાલકો સાથે બેઠક કરી હતી. આ બેઠક સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વી.એમ. ડોડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ડીજે સંચાલકો હાજર રહ્યા હતા. પોલીસે તેમને આગામી ગણેશ મહોત્સવ અને અન્ય તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે […]
જામજોધપુર અને લાલપુરમાંથી જુગાર રમતા 18 ઝડપાયા
જામનગર જિલ્લા પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા જામજોધપુર અને લાલપુર તાલુકામાં દરોડા પાડ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ સ્થળેથી કુલ 18 જુગારીઓને ઝડપી લીધા હતા. જામજોધપુરની વાડીમાંથી ₹7.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે, જ્યારે લાલપુરમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વાડીના […]
જસદણમાં નંદી પર નિર્દયતાપૂર્વક એસિડ એટેક કરાયો
જસદણમાં અબોલ પશુઓ પર ક્રૂરતાની તમામ હદો વટાવી દેતી વધુ એક શરમજનક ઘટના સામે આવી હતી. પવિત્ર ઋષિ પંચમીના મહાપર્વ નિમિત્તે જ અજાણ્યા અસામાજિક શખ્સોએ એક નંદી મહારાજ પર અત્યંત ક્રૂરતાપૂર્વક એસિડ એટેક કર્યો હતો. આ ભયાનક હુમલાને કારણે ગૌવંશ ગંભીર રીતે દાઝી જતાં અસહ્ય પીડામાં તરફડી રહ્યો હતો. શહેરમાં ગૌવંશ પર એસિડ ફેંકવાની આ […]
રાજકોટનાં વોર્ડ નં-5માં ઘણા સમયથી પૂરતું પાણી નહીં મળતું હોવાનો આરોપ
રાજકોટ શહેરમાં ભર ચોમાસે મહાનગરપાલિકા દ્વારા પાણીકાપ ઝીંકવામાં આવતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. 3 મુખ્ય લાઈનનાં સમારકામ માટે 16 થી 21 તારીખ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે 6 દિવસમાં કુલ 14 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. પાણીકાપનો આજે પ્રથમ દિવસ છે. જેમાં વોર્ડ નં-5માં પાણી વિતરણ […]
રાજકોટની ચૌધરી હાઇસ્કૂલથી લીમડા ચોક તરફ જતો રસ્તો બે-ત્રણ દિવસમાં ખુલ્લો મુકાશે
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના હૃદયસમા ગણાતા હરિહર ચોકમાં હાથ ધરાયેલી મહત્વપૂર્ણ વિકાસલક્ષી કામગીરી પૂર્ણ થઈ છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7ની સરહદ પર આવેલા હરિહર ચોકથી ચૌધરી હાઇસ્કૂલ તરફ જતા માર્ગ પરના જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટ બનાવવાનું કામ પૂર્ણ કરાયું […]
પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી સગીરા અને તેના 11 માસના બાળકનું અપહરણ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’માં રહેતી 17 વર્ષીય સગીરા અને તેના 11 માસના પુત્રનું ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલના કેસ બારી પાસેથી કોઈ અજાણ્યો શખ્સ દ્વારા અપહરણ કરી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે બાલાશ્રમ સંસ્થામાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા ચાર્મીબેન વ્યાસ દ્વારા શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા […]
રાજકોટમાં પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
રાજકોટ શહેરના શ્રધ્ધા પાર્કમાં માવતરના ઘેર રહેતા પરિણીતાને દહેજના મામલે પતિ સહીતના સાસરીયાઓ દ્વારા મારકુટ કરી ત્રાસ આપતા હોવાની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં પતિ દ્વારા તારા બાપથી તું સચવાઈ નહીં હવે મારે તને સાચવવાની કહી પત્નીને માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવતા હાલ મહિલા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે ગુનો નોંધી વધુ […]
તળાજા-પાલીતાણા ચોકડી પાસે વાહનોની અવરજવર ખોરવાઈ, ટ્રાફિક જામના દ્રશ્યો
તળાજા-પાલીતાણા ચોકડી પાસે મગફળી ભરેલું એક ટ્રક ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ, મગફળી ભરેલું અશોક લેલન ટ્રક તળાજા-પાલીતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે રોડ પર આવેલા એક ખાડામાં ટ્રકનું પૈડું ફસાઈ ગયું હતું, […]










