સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે ઓનલાઈન ટ્રેડિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને ચૂનો ચોપડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ પૂર્વાયોજિત કાવતરું રચીને એક વ્યક્તિ સાથે રૂપિયા 4.49 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી છે. લિંકના માધ્યમથી GBXon નામની એપ ઇન્સ્ટોલ કરાવી આ સમગ્ર ગુનાની વિગતો મુજબ, […]
Gujarat
બનાવટી દસ્તાવેજ બનાવીને 5.29 લાખની ઠગાઈ
વડોદરામાં ઓનલાઈન લોન મેળવવાની લાલચ આપી એન્જિનિયર સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ બજાજ ફાઇનાન્સના નામે બોગસ દસ્તાવેજો, ખોટા બેંક ખાતાઓ અને ડિજિટલ છેતરપિંડી દ્વારા આશરે રૂ. 5,29,310ની ઠગાઈ આચરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 6 લાખની લોન ઓનલાઈન અપાવાની લાલચ આપી’તી ફરિયાદી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે […]
કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું
ભાદરવી અમાસ નિમિતે નિષ્કલંક મહાદેવ મંદિરે દેશભરમાંથી હજારો ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા,હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા કોળિયાકના મેળામાં અનેકવિધ સેવાકીય કાર્યોની સરવાણી 5 ટન જેટલી લાડુ પ્રસાદી તૈયાર કરવામાં આવશે ASP, 8 PI, 14 PSI, 1021 પોલીસ જવાન, હોમગાર્ડ,GRD સહિતનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોળીયાક […]
વડોદરામાં આજે જાહેરક્ષેત્રની બેંકોમાં હડતાળ
જાહેરક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારીઓનું 90 ટકા પ્રતિનિધિત્વ ધરાવતા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેને પગલે વડોદરાની 800 બ્રાન્ચના 8000 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જેથી બેન્કિંગ સેવાને અસર પહોંચી છે. આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકત્ર થયા હતા અને ભારે સુત્રોચ્ચારો સાથે […]
અદાણી શાંતીગ્રામમાં સાયબર ઠગોનો આતંક
ગાંધીનગરના અદાણી શાંતીગ્રામમાં ઘરઘાટી મહિલાનું 13 રુપિયા ભરીને ગેસ બિલ અપડેટ કરવાના બહાને વિશ્વાસ સંપાદન કરી ભેજાબાજોએ મહિલા અને તેમના પતિના એક્સિસ બેંકના સંયુક્ત ખાતામાંથી એક ઝાટકે રૂ. 4.50 લાખની રકમ ઉપાડી લઈ ઠગાઈ આચરવામાં આવતા અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના અદાણી શાંતીગ્રામના વોટરલીલી એપાર્ટમેન્ટમાં મકાન નંબર બી/3-502માં રહેતા શૈલીબેન […]
સાણંદના સનાથલની સીમમાં 1.72 લાખ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નશાબંધી કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે સાણંદ અને અસલાલી ડિવિઝન હેઠળના કુલ 7 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સાણંદ તાલુકાના સનાથલ ગામની સીમ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બંને ડિવિઝનના કુલ 146 પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલી 1,72,678 બોટલો, જેની કુલ કિંમત રૂ.5,05,05,175 થાય છે, તેના પર […]
બાપુનગરમાં ESIC હોસ્પિટલમાં નોકરીના નામે લાંચનું મોટું કૌભાંડ
બાપુનગર ખાતે આવેલી ESIC મોડલ જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી રૂ. 30 હજારથી રૂ. 1.50 લાખ સુધીની લાંચ ઉઘરાવવાના કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. વટવા GIDC સ્થિત સિક્યોરિટી એજન્સીની ઓફિસમાંથી ₹95 હજારની લાંચ લેતા બે ઓપરેશન મેનેજર સહિત કુલ 4 આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. એસીબીની હેલ્પલાઇન 1064 પર મળેલી […]
જૂનાગઢ પોલીસનું ઓડિશાના જંગલોમાં ફિલ્મી ઓપરેશન
ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જૂનાગઢ બી-ડિવિઝન પોલીસને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે મોટી સફળતા સાંપડી છે. ભવનાથ પોલીસ મથકમાં નોંધાયેલા નાર્કોટિક્સ (NDPS) ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ રહેલા બે રીઢા આરોપીઓને પકડવા બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ડાંગરના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. ઓળખ છુપાવી બે દિવસ સુધી રેકી કરી ભવનાથ […]
બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડતો બાયપાસ બનશે
જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં વધતા ટ્રાફિક ભારણને હળવું કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવાની કામગીરીના પ્રથમ તબક્કા માટે રૂ.20 કરોડની મંજૂરી આપી છે. આ બાયપાસ બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડશે. સ્થાનિકોની રજૂઆત બાદ સરકારનો નિર્ણય વિસાવદરના સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનોએ શહેરમાં વધતા […]
ડભોઇમાં જાહેરમાં કચરો ફેંકતા 4 વેપારીઓ દંડાયા
ડભોઇ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા માટે રાત્રિના સમયે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિ દરમિયાન જાહેરમાં કચરો ફેંકતા પાણીપુરી અને ઠંડા પીણાના ચાર વેપારીઓને રંગેહાથ ઝડપી દંડ ફટકારવામાં આવ્યો હતો.નગરપાલિકાને ખાણી-પીણીની લારીઓ અને સ્ટોલ સંચાલકો દ્વારા રાત્રિના સમયે જાહેર રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં કચરો, પ્લાસ્ટિકના ગ્લાસ અને અન્ય કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી. આ […]










