Gujarat

વડોદરાની MSUમાં તાલીમ પામેલી ટીમ ઈન્ડિયાનો IESO-2026માં દમદાર દેખાવ

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં તાલીમ પામેલા ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ ઇટાલીના ટ્યુરિન ખાતે યોજાયેલી 19મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO-2026)માં ભારતનું નામ રોશન કર્યું છે. 20થી 27 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં કુલ 9 મેડલ—4 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેળવ્યા છે. સાયન્સ પ્રોજેક્ટ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ […]

Gujarat

120 કિલો અખાધ જથ્થાનો નાશ, 11 એકમોને નોટિસ

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિવિધ એકમો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરી લાલ આંખ કરવામાં આવી રહી છે. તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની આ ખાસ ડ્રાઇવમાં આરોગ્ય સાથે ચેડા કરનાર અનેક લોકોને દંડવામાં આવ્યા છે. અનેક યુનિટને બંધ કરવામાં આવે છે અને કેટલાયને નોટિસ પાઠવવામાં આવી છે. આજે મહાનગરપાલિકાના વિભાગ […]

Gujarat

NH-48 પર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ઝીણવટભરી તપાસના આધારે કારના ડ્રાઈવરને ઝડપી લીધો છે. ઘટનાસ્થળેથી મળી આવેલા લાલ રંગની કારની સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવર અને વાસદ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 14 શંકાસ્પદ કારોની તપાસ કરી અંતે અકસ્માત સર્જનાર ચાલક સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. […]

Gujarat

મેઘપર પોલીસે મોડપર-કાનાલુસમાં જુગાર રમતા 12 શખ્સોને પકડ્યા

મેઘપર (પડાણા) પોલીસે મોડપર અને કાનાલુસ ગામમાં બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 12 શખ્સોને પકડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ ₹38,770 રોકડા અને ગંજીપત્તાના પાનાં જપ્ત કર્યા હતા. મોડપરની વાડી સીમમાંથી પોલીસે જેશાભાઈ દેવાતભાઈ વરૂ, વેજાણંદ વિરાભાઈ આંબલીયા, સાજણભાઈ રણમલભાઈ કનારા, સંદીપ બાબુભાઈ તરાવીયા, ભીખુભાઈ આલાભાઈ ગોજીયા અને હમીરભાઈ ભીખાભાઈ […]

Gujarat

શ્રાવણી લોકમેળો પ્રથમ દિવસે લાયસન્સની પ્રક્રિયામાં ચકડોળે ચડયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 1થી 11 સપ્ટેમ્બર દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ આયોજનને સ્થાનિક નાગરિક દ્વારા કોર્ટમાં પડકારવામાં આવતાં મેળો શરૂઆતી તબક્કે જ કાનૂની ગૂંચવણમાં ફસાયો હતો. મંગળવારે યોજાયેલી કોર્ટ સુનાવણી બાદ હવે પછીની વધુ સુનાવણી (ચુકાદો)આગામી ત્રીજી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ. કોર્ટ […]

Gujarat

ખાણી પીણીની 152 પેઢીમાં ફુડ શાખાનું ચેકીંગ, 353 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા તહેવારો પુર્વે જુદા જુદા વિસ્તારના ખાણીપીણીના 152 એકમમાં ચકાસણી હાથ ધરાઇ હતી.જે દરમિયાન 353 કિલો ખાધ પદાર્થોનો જથ્થો વાસી જણતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.સાથે જ 147 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરાયો હતો. મનપાના ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા શહેરના ગોકુલનગર, જકાતનાકા, જનતા ફાટક, વિરલ બાગ, જોગસ પાર્ક, હોસ્પિટલ રોડ, જુના […]

Gujarat

એચ.જે. દોશી કોલેજમાં વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી

એચ.જે. દોશી કોલેજના કેમ્પસમાં મંગળવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દહીં-હાંડી અને રાસ-ગરબાનું ખાસ આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. તોસિફખાન પઠાણ, તમામ શિક્ષકો અને સમગ્ર કોલેજ સ્ટાફ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પરંપરાગત રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. […]

Gujarat

જામનગર એરપોર્ટ પર આતંકી હુમલાની મોકડ્રીલ

જામનગર એરપોર્ટ પર આતંકવાદ વિરોધી ‘મોકડ્રીલ’ યોજાઈ હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડોએ 4 આતંકવાદીઓને ઠાર કરી તમામ બંધકોને સુરક્ષિત બચાવી લીધા હતા. આ કવાયતનો હેતુ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રની સંભવિત કટોકટી સામેની સજ્જતા ચકાસવાનો હતો. મોકડ્રીલ દરમિયાન, જામનગર એરપોર્ટ પર 4 આતંકવાદીઓએ હુમલો કરી નાગરિકોને બંધક બનાવ્યા હોવાનો ડમી સિનારીયો બનાવવામાં આવ્યો હતો. ઘટનાની […]

Gujarat

ઉદ્યોગોને સોલાર પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ છતાં મોંઘી વીજળી ખરીદવાનો વારો આવ્યો

રાજ્યમાં જમીની સ્તરે રિન્યુએબલ એનર્જી સ્થાપનારા ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ, કેમિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉદ્યોગકારોએ પોતાના કારખાનાનું વીજ બિલ શૂન્ય કરવા માટે પ્રતિ 1 મેગાવોટ દીઠ અંદાજે 4.25 કરોડ ના જંગી ખર્ચે અંદાજે 1000 મેગાવોટ ની ક્ષમતા ધરાવતા કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સ સ્થાપ્યા છે. સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગોએ બેંક લોન અને […]

Gujarat

સુરત ગ્રામ્ય પોલીસને 112 ઇમરજન્સી સેવા માટે 17 નવી ગાડીઓ

સુરત ગ્રામ્ય પોલીસને નાગરિકોને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે 112 ઇમરજન્સી સર્વિસની 17 નવી ગાડીઓ પ્રાપ્ત થઈ છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પોલીસ હેડક્વાર્ટર ઘલુડી ખાતેથી આ તમામ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 112 ઇમરજન્સી સેવાના વાહનો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં અને પોલીસના રિસ્પોન્સ ટાઈમમાં સુધારો લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા […]