રાજકોટ વોકસ વેગન પોલો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા […]
India
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી વાહન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરી બે ઈસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી વાહન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરી બે ઈસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી પાડવા બી.વી.બોરીસાગર નાઓએ સુચના […]
રાજકોટ માધાપર ચોકડી હાઇ-વે રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ૩ ઇસમોનો પકડી પાડતી LCB ટીમ.
રાજકોટ માધાપર ચોકડી હાઇ-વે રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ૩ ઇસમોનો પકડી પાડતી LCB ટીમ. રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, […]
રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો ઇ-મેલ
રાજકોટ શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ સહિત રાજ્યની છ કોર્ટને વધુ એક વખત ઇ-મેલ મારફત બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ તેમજ SOG, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પહોંચી કોર્ટ પરિસરને ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. […]
વીરપુરના આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડની વ્યવસ્થા પહેલા માળે
વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આવતા બીમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કાર્ડ કઢાવવા માટે આવતા દર્દીઓ કે તેમના સગા-વહાલાઓ સાથે અહીંના કર્મચારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને જવાબ આપવાને બદલે ઉડાવ જવાબો અપાઇ રહ્યા હોવાની ઉઠી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જે દર્દીઓ વ્હીલચેર પર હોય અથવા […]
રાજકોટમાં મનપાના વિપક્ષના નેતાનો નવતર વિરોધ, જંગલેશ્વરમાં નોટિસ બાદ શહેરના મફતિયાપરાના લોકોને બેઘર ન કરવા માગ
હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલરાઇઝ કરો તેવી માંગ સાથે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના 50 થી વધુ મફતીયાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જંગલેશ્વરમાં 1350 મિલકત ધારકોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતિયાપરાના લોકો […]
ત્રણ શખ્સને દોરડાથી બાંધી રિ-કન્સ્ટ્રક્શન કરાયું
રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ગામે નાસ્તાની લારી ચલાવતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યાની ઘટનામાં 21 દિવસ બાદ 3 આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પૈકી બે શખ્સો નાસ્તો કરવા ગયા ત્યારે ત્યાં ભીડ હોવાના કારણે થોડી વાર લાગશે કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના […]
બગદાણા હુમલા વિરોધમાં સિહોરમાં આવેદનપત્ર અપાયું
બગદાણા ગામના કોળી સમાજના અગ્રણી નવનીતભાઈ પર થયેલા હુમલાના વિરોધમાં સિહોર શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા 6 જાન્યુઆરી, 2026 ના રોજ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સિહોર પ્રાંત કચેરી ખાતે સાંજે 5 વાગ્યે અપાયેલા આ આવેદનપત્રમાં પીડિતને ઝડપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કોળી સમાજના અગ્રણી અને વકીલ મનિષાબેન બારૈયાએ […]
સમગ્ર ગુજરાતની કોલેજોમાં શપથ લેવડાવવામાં આવી
ગુજરાત NSUI દ્વારા રાજ્યભરમાં “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત NSUIની ટીમ વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહી છે. આ યાત્રા આજે જામનગર પહોંચી હતી, જ્યાં અનેક કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજ કેમ્પસને ડ્રગ્સ મુક્ત બનાવવાનો છે. NSUIની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃત કરવામાં આવી રહ્યા […]
વંથલીમાં 4 કરોડનું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે 4 કરોડ રૂપિયાના ખર્ચે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. વંથલીના દિલાવર નગર વિસ્તારમાં જૂના સામૂહિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ આ અદ્યતન સુવિધા ઊભી કરવામાં આવી છે. આનાથી વંથલી તાલુકાના 47 ગામોના લોકોને સારી અને સગવડભરી સારવાર મળી શકશે. નવી બનેલી આ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં 30 બેડનો મેલ […]










