Gujarat

ઓખા સહિત દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોસ્ટલ પેટ્રોલિંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે ગુજરાત સરકારની મરીન ટાસ્ક ફોર્સે મેગા કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્રીજી ઓગષ્ટના યોજાયેલા આ અભિયાન દરમિયાન ઓખા સહિત અનેક સંવેદનશીલ સ્થળોએ મરીન કમાન્ડોઝ દ્વારા ચાંપતી નજર રાખી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અભિયાન એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર […]

Gujarat

પંચમહાલમાં 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની તૈયારીઓ તેજ

પંચમહાલ જિલ્લામાં 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના સફળ આયોજન અને વિદ્યાર્થીઓની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC) દ્વારા 10 થી 17 વર્ષના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી આ 32મી […]

Gujarat

ઉતેલીયામાં અબોલ પશુઓ માટે પરાળના 600 ગંઠા – ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

ધોળકા તાલુકાના ઉતેલીયા ગામે તાજેતરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી ઊભી થઈ હતી. આ વિકટ સમયમાં તા.3 ઓગસ્ટ 2026ના રોજ અબોલ પશુઓની વહારે આવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ​પ્રાપ્ત માહિતી મુજબ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિમાં અબોલ જીવોની સ્થિતિ કફોડી બનતાં, ધોળકા પ્રાંત ઓફિસના શિરસ્તેદાર કુણાલભાઈ વાટલીયા સાથે ટેલિફોનિક […]

Gujarat

ક્રેડિટ કાર્ડમાં રીવોર્ડ પોઇન્ટ આપવાનું કહીને 1.85 લાખની ઠગાઈ

અમદાવાદ કાલુપુરના વેપારીને અજાણી યુવતીએ ICICI બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાં 4 હજાર રીવોર્ડ પોઇન્ટ આપવાના બહાને 1.85 લાખ પડાવ્યા છે. યુવતીએ વેપારીને ફોર્મ મોકલી વિગતો મેળવી હતી, જેબાદ OTP પણ મેળવી લીધો હતો. જેના આધારે વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી 1.85 લાખનું ફ્રોડ કર્યું હતું. જે મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ […]

Gujarat

ઔડાના મકાન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી

લોકોને ઔડાના મકાનો વેચાતા અપાવવાના નામે ખોટા ફોર્મ ભરાવી અલગ અલગ બહાના હેઠળ પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા પથારો લગાવી વેચાણ કરી ગુજરાત ચલાવનાર વ્યક્તિ તેમજ અન્ય લોકોને ભુલાભાઈ પાર્ક નજીક આવેલા બહુચર માતાના મંદિરે બોલાવીને ફોર્મ ભરાવડાવી મકાન અપાવવાની લાલચે લોન પાસ કરાવવાથી લઈ અલગ અલગ […]

Gujarat

આસિફખાન મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા

સુરતના લિંબાયત વિસ્તારમાં મે મહિનામાં થયેલી ચર્ચિત આસિફખાન પઠાણની હત્યાના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની ધરપકડ કરી લીધી છે. લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી.ચૌહાણે જણાવ્યું હતું કે આ સમગ્ર હત્યાકાંડમાં બિલ્ડર હાસીમ સિદ્દીકી પડદા પાછળ રહીને મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરી રહ્યો હતો. આસિફખાનની હત્યા કરવા માટે તેણે ચાર ભાડૂતી […]

Gujarat

ગોધરા પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંચાર સાથી (CEIR) પોર્ટલની મદદથી ગુમ થયેલા 6 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ ફોનની કુલ કિંમત રૂ. 1,14,687 છે, જે તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં ગુમ થયેલા મોબાઇલ ફોન શોધીને તેમના મૂળ માલિકોને પરત અપાવવાની કામગીરી સતત ચાલી રહી છે. આ કામગીરીમાં ગોધરા શહેર […]

Gujarat

માનવ ભક્ષી પ્રાણીઓની સક્કરબાગમાં વિશેષ સંભાળ

​જૂનાગઢ જિલ્લો અને ગીરનો સરહદી વિસ્તાર એશિયાટીક સિંહ અને દીપડાઓનું મુખ્ય કુદરતી નિવાસસ્થાન છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખોરાક અને પાણીની શોધમાં હિંસક પ્રાણીઓ ગ્રામ્ય અને રહવાસી વિસ્તારો તરફ આવી ચડવાના બનાવો વધ્યા છે. માનવ અને પશુઓ પર હુમલાની ઘટનાઓને પગલે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ભય ફેલાયો છે અને લોકો રાત્રે ખેતરોમાં જતાં પણ ડરી રહ્યા […]

Gujarat

સૌરાષ્ટ્રના 300 યુવક હાઈબ્રિડ ગાંજાની તસ્કરીમાં સામેલ

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 300થી વધુ યુવક-યુવતીઓ કમિશન અને સરળ પૈસાની લાલચે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કમાં ‘કેરિયર’ તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જૂનાગઢના અનેક યુવાનો સામેલ હોવાનો ખુલાસો થયો છે.દેશમાં મળતો સાદો ગાંજો પ્રતિ કિલો રૂ. 50 હજારના ભાવે મળે છે, જ્યારે વિદેશી હાઈબ્રિડ ગાંજાનો ભાવ […]

Gujarat

ડીડીઓએ લાલપુરના ત્રણ ગામોની સરકારી કચેરીઓની મુલાકાત લીધી

જામનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ લાલપુર તાલુકાના વડ પાંચસર, ખડ ખંભાળીયા અને ગલ્લા ગામોની સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામીણ કચેરીઓની કામગીરી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો હતો. ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરીઓની દફતર તપાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં […]