કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા દેશભરમાં ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (TUFS) હેઠળ અપાયેલી સબસિડીમાં અત્યાર સુધીની સૌથી મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી છે. મંત્રાલય દ્વારા દેશભરમાંથી શંકાસ્પદ જણાતી અંદાજે 7 હજાર જેટલી ફાઈલોમાં તપાસ કરીને રૂ. 5100 કરોડની સબસિડી રિકવરી કાઢવામાં આવી છે. આ તપાસનો સૌથી મોટો સપાટો સુરત પર બોલ્યો છે. દેશની 7 હજાર પૈકી […]
India
હારીજ ફેડબેંકમાં નકલી સોનાથી ₹4.15 લાખની છેતરપિંડી
પાટણ જિલ્લાના હારીજમાં આવેલી ફેડબેંક ફાઇનાન્શીયલ સર્વિસીસ લિમિટેડની શાખામાં નકલી સોનાનું બ્રેસ્લેટ ગીરવે મૂકી ₹4,15,800ની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે બેંકના શાખા મેનેજર અશ્વિનકુમાર સિંધવે સમીના સલીમ મુસ્તુફા સૈયદ સામે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સમીના હેઠાળોવાસમાં રહેતા સલીમ મુસ્તુફા સૈયદે 16 ડિસેમ્બર, 2025ના રોજ હારીજ ફેડબેંકમાં […]
SP રિંગ રોડ પર વિનવિક્સ કેફેમાં હુક્કાબારનો પર્દાફાશ
સાબરમતી પોલીસે SP રિંગ રોડ પર હોટલ હિલ્લોકની સામે વિનવિક્સ કેફેમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસને રેડ દરમિયાન બે હુક્કા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. જે ગ્રાહકો માટે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 21 હુક્કા, નિકોટીન સહિત 37 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિનવિક્સ કેફેમાંથી હુક્કા જપ્ત કરાયા […]
મેઘપર પોલીસે એક વર્ષની સજાવાળા ફરાર આરોપીને ઝડપ્યો
લાલપુર તાલુકાના મેઘપર પોલીસે નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એક ફરાર આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આ આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખટીયા ગામના પાટિયા પાસે દરોડો પાડી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સામતભાઈ ખોળુભાઈ લાલવાણી […]
ગુજરાત આયુ. યુનિ.માં BAMS પેપર લીક કૌભાંડનો NSUIનો સુત્રોચ્ચાર સાથે વિરોધ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી તૃતીય પ્રોફેશનલ વર્ષ (BAMS) ની ‘શલ્ય તંત્ર -1’ ની પરીક્ષામાં ખુલ્લેઆમ પેપર લીક થવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. પરીક્ષા શરૂ થતાં પહેલાં ઈમ્પોર્ટન્ટ ટોપિક્સના નામે મેસેજો ફરતા થયા હતા, તેમાંથી 12 માંથી 11 મુદ્દા બેઠેબેઠા પ્રશ્નપત્રમાં પૂછાતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. આ પ્રકરણમાં પેપર સેટ કરનાર […]
લાલપુરમાં ગુરુ રવિદાસની 650મી જયંતિ ઉજવાઈ
લાલપુર ખાતે ભારતીય જનતા પાર્ટી લાલપુર તાલુકા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ દીપોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ લાલપુર સ્થિત પકટેશ્વર મહાદેવ મંદિરમાં મહંત મહેશ મુનિ બાપુના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દીપ પ્રજ્વલન, પુષ્પાંજલિ અને ગુરુવંદના કરવામાં આવી હતી. સંત ગુરુ રવિદાસ મહારાજના […]
અમદાવાદ નજીક 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમદાવાદ નજીક ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ ભૂકંપ સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો નોંધાયો હતો. ISRના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 […]
નારણપુરાના વૃદ્ધ સાથે 15 લાખની છેતરપિંડી
શહેરના નારણપુરામાં રહેતા વૃદ્ધ પાસેથી મુંબઈના બે શખસે એકના ડબલ કરી આપવાનું કહી 15 લાખ રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધે જિંદગી સારી રીતે નીકળે તે માટે બચત અને બેન્કમાંથી લોન લઈ ગઠિયાઓને 15 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જો કે વૃદ્ધની મૂડી પણ પરત આપવામાં આવી ન હતી. જેથી વૃદ્ધે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રોકાણ […]
અમદાવાદમાં દરરોજ એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ
ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિક સમસ્યા, દબાણ, ખરાબ રસ્તા, રખડતા ઢોર જેવી સમસ્યાઓને લઈને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી છે. જેની છેલ્લી સુનાવણી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2026ની નવી વિસ્તૃત ટ્રાફિક અને રોડ સેફ્ટી પોલિસી કોર્ટના રેકોર્ડ પર રજૂ કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા માટે AI કેમેરાનો […]
NEET-UG બાદ 4 મહિના કાઉન્સેલિંગ લંબાતાં મેડિકલ શિક્ષણને અસર
દેશમાં તબીબી શિક્ષણના વિસ્તાર માટે MBBSની બેઠકો વધારાઈ છે, પરંતુ કાનૂની કેસો, સીટ મેટ્રિક્સમાં ફેરફારો અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના અસંકલનને કારણે કાઉન્સેલિંગમાં 3 થી 4 મહિનાનો મોટો વિલંબ થઈ રહ્યો છે. 2019માં NEET પરિણામ બાદ માત્ર 57 દિવસમાં વર્ગો શરૂ થઈ જતા હતા, જે 2024-25માં વધીને 119 દિવસે પહોંચ્યા છે. NMCના નિયમ મુજબ પ્રથમ વર્ષનો 13 […]










