Gujarat

રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માન સમારોહમાં રૂરલ SP ગુર્જરે મોટીવેટ કર્યા

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 10 અને 12 માં સ્કૂલ ફર્સ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રતિભા ગૌરવ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું હતુ. વિદ્યાર્થી 99 પર્સેન્ટાઇલવાળો હોય કે 60 PR વાળો તેમાં કોઈ ભેદભાવ રાખ્યા વિના સ્કૂલમાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા […]

Gujarat

મેટ્રોની કામગીરીને લીધે સહારા દરવાજા વિસ્તારમાં 62 દિવસ ટ્રાફિક ડાયવર્ઝન

સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. હવે રિંગરોડ ફ્લાયઓવર પર પિલ્લર વચ્ચે પિયર કેપનું અત્યંત મહત્વનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને આગામી 62 દિવસ માટે હંગામી ટ્રાફિક ડાયવર્ઝન અમલી બનાવ્યું છે. આ સમયગાળા દરમિયાન માનદરવાજા-સહારા દરવાજા […]

Gujarat

લૂંટના ગુનામાં 33 વર્ષથી વોન્ટેડ 2 આરોપીઓને દબોચ્યા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનને એક સફળતા હાથ લાગી છે. વર્ષ 1992માં નોંધાયેલા લૂંટ અને ધાડના એક ગંભીર ગુનામાં છેલ્લા 33 વર્ષથી કાયદાના સકંજાથી દૂર ભાગતા મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી […]

Gujarat

સુરતમાં સવારથી જ સર્વેનો ધમધમાટ, 100 જોખમી સ્ટ્રક્ચરને નોટિસ

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને જોખમી રીતે ઊભા કરવામાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા શહેરમાં જીવતા બોમ્બ સમાન ઊભા કરાયેલા આવા તમામ અસ્થાયી માળખાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. કમિશનરના આદેશના પગલે આજે વહેલી સવારથી જ સુરતના તમામ ઝોન વિસ્તારના વડાઓ […]

Gujarat

વિરોદર ગામે વાડીમાંથી માદા દીપડાનું સફળ રેસ્ક્યુ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે આજે વન વિભાગ દ્વારા એક માદા દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ વીરાભાઈ જોટવાની માલિકીની વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 5 થી 9 વર્ષની વયની માદા દીપડાને સુરક્ષિત […]

Gujarat

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો

વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વેરાવળની સિવિલ હોસ્પિટલ ખાતે શપથવિધિ કાર્યક્રમ અને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત રક્તદાન અંગેની શપથ લેવડાવીને કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટરો, કર્મચારીઓ અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ નિયમિત રક્તદાન કરવા તથા અન્ય લોકોને પણ રક્તદાન માટે […]

Gujarat

ગીર સોમનાથના યાંત્રિક બોટના માલિક સામે ગુનો નોંધાયો, દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ માટે અઢી મહિના ફિશિંગ બંધ

રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ અને માછલીઓના પ્રજનન સમયગાળાને ધ્યાનમાં રાખી દર વર્ષે ફિશિંગ પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધ દરમિયાન પણ કેટલાક તત્વો ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરતા હોવાની માહિતી મળતા ગીર સોમનાથ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર માછીમારી કરતી એક યાંત્રિક બોટને ઝડપી પાડી […]

Gujarat

દહેજ રોડ પર પોલીસે પિકઅપનો પીછો‎કરી 6.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો‎

ભરૂચ પોલીસે દહેજ રોડ પર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દહેજ ટોલ પ્લાઝા નજીક શંકાસ્પદ પિકઅપનો ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને પોલીસે રૂપિયા 6.35 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દહેજ રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બોલેરો પિકઅપને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે વાહનની ગતિ વધારી ભાગવાનો […]

Gujarat

કંથારિયા ગામમાં રહેણાક મકાનમાં ભીષણ આગ

ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ દરમિયાન ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનામાં કેટલાક […]

Gujarat

5 આરોપી ગણતરીના કલાકોમાં ઝબ્બે, બચવા મોબાઇલ ઘરે મૂક્યા હતા, ફાયરિંગ કરનાર ફરાર

લાખણી તાલુકાના કુવાણા ગામે શુક્રવારે ભવાની પાન પાર્લર પાસે ધોળે દિવસે થયેલી કરપીણ હત્યાનો ભેદ વાવ-થરાદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ અગાઉથી જ કાવતરૂં ઘડી હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા 100થી વધુ સ્થળોની તપાસ કરી પોલીસ ગાડીના મૂળ માલિક […]