ગાંધીનગર જિલ્લાના કલોલ-સઇજ હાઇવે સર્વિસ રોડ પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કલોલના પિરામિડ હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં રોડ પર પટકાયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાન પરથી અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે […]
India
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ: જ્યારે બધું રાખ બની ગયું હતું, ત્યારે FSLએ કરી 172 મૃતકોની ઓળખ
અમદાવાદમાં 12 જૂન 2025 ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ કાળજું કંપાવી દેનારી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મોટાભાગના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી એ વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર હતો. તેવા સમયે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની […]
કોડીનાર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાને લઈ આવેદનપત્ર
કોડીનાર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ. ગેસ સહિતના ભાવમાં કરાઈ રહેલા વધારાને લઈ કોડીનાર મામલતદાર મારફત રાજ્યપાલને આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના સતત વધારો સરકાર દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે તેમજ ખેડૂતોને જણસના અપૂરતા ભાવ મળી રહ્યાં છે તથા સમગ્ર દેશમાં […]
વેરાવળ પોલીસ લાઇન ખાતે RO પ્લાન્ટનું લોકાર્પણ
ગીર સોમનાથ પોલીસે વેરાવળ સિટી પોલીસ લાઇન ખાતે ₹10 લાખના ખર્ચે આધુનિક RO મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના હસ્તે આ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી પૂરું પાડવાનો છે. પ્રતિ કલાક આશરે 1,000 લિટર પાણી શુદ્ધ […]
PM મોદીના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણી, મંત્રી-સાંસદ સહિત આગેવાનો જોડાયા
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ તીર્થ ખાતે આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર ભાજપ પરિવારે મહાઆરતીનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને વડાપ્રધાન તરીકેના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજના સમયે ત્રિવેણી સંગમના કિનારે દીપ પ્રજ્વલિત કરવામાં […]
જામનગરમાં બાલા હનુમાન મંદિરે મહાઆરતી, ધારાસભ્ય-મેયર સહિત નગરજનો જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે જામનગરમાં એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરના સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે યોજાયો હતો, જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. આ મહાઆરતીમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની […]
જામનગરમાં SOG, બોમ્બ, ડોગ સ્ક્વોડનું સઘન ચેકિંગ
જામનગર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે આજે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર એસ.ઓ.જી. (SOG), ક્યુ.આર.ટી. (QRT), બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ સંવેદનશીલ અને ભીડભાડવાળા જાહેર સ્થળો પર આકસ્મિક તપાસ શરૂ કરી હતી. આ તપાસ અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન, મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશન, શહેરના સાત રસ્તા સર્કલ […]
જામ્યુકોની નવી બોડીની સ્ટેન્ડીંગ કમિટિની પ્રથમ બેઠક, 3.80 કરોડના કામો મંજુર
જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ સત્તારૂઢ થયા બાદ સ્ટેન્ડીંગ કમિટિની પ્રથમ બેઠક બુધવારે સાંજે મળી હતી.જેમાં વોર્ડ નં. 7માં લોકભાગીદારીથી સીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે રૂા. 2 કરોડના ખર્ચને મંજુરી સાથે જુદા જુદા કુલ 3.80 કરોડના કામોને બહાલી અપાઇ હતી. જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટિની પ્રથમ બેઠક બુધવારે સાંજે ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં સ્વર્ણિમ […]
જામનગરના લીંબુડા ગામે પુરુષોત્તમ માસની ઉજવણી
જામનગર જિલ્લાના લીંબુડા ગામે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગામના ‘લીબેશ્વર મહાદેવ મહિલા મંડળ’ દ્વારા આખા ગામમાં દરરોજ સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં ખાસ કરીને ઉમિયા નગર મહિલા સત્સંગ મંડળની બહેનો સત્સંગનો લ્હાવો લેવા લીંબુડા ગામે કે.કે. સોરઠીયાના ફાર્મ હાઉસ ખાતે પહોંચી હતી. લીંબુડા ગામ ઉપરાંત […]
જામનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગર શહેરના ગોલ્ડન સિટી વિસ્તારમાં આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર સિટી સી-ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી સાત મહિલા જુગારીઓની અટકાયત કરી કુલ ₹36,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા પોતાના […]










