Gujarat

અંબાજી મંદિરે મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં મહાઆરતી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષ’ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અરાસુરી અંબાજી માતાજીના પવિત્ર ધામમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે […]

Gujarat

ચાંદલોડિયા ડિમોલિશન વિવાદ વકર્યો, સ્થાનિકોના ધરણા

ગાંધીનગર લોકસભા અને રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ચાંદલોડિયા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે. ચાંદલોડિયાના મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા આજે (11 જૂન) સવારથી જ સ્થાનિક લોકો મહિલાઓ અને નાના […]

Gujarat

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો

સાળંગપુરધામ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર અધિક જેઠ માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે, તે અંતર્ગત કમલા એકાદશી નિમિત્તે વિશેષ ઉત્સવ ઉજવાયો હતો. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુવાર, 11 જૂન, 2026 ના રોજ દાદાને દિવ્ય વાઘા અર્પણ કરાયા હતા અને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે શ્રીકષ્ટભંજનદેવને માટીના ઘરની આબેહૂબ પ્રતિકૃતિ (પર્ણકુટી) […]

Gujarat

MGVCLએ GAIL વડોદરા પ્લાન્ટનો વીજળી પુરવઠો કાપવાની વાત કરી

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની માલિકીની વીજ વિતરણ કંપની MGVCLને GAIL ઇન્ડિયા લિમિટેડના વડોદરા પ્લાન્ટનો વીજ પુરવઠો કાપતા રોકી દીધી છે. જેનાથી ઉત્તર ભારતમાં ઉર્જા સંકટ વધુ ઘેરાવાની શક્યતા ટળી ગઈ છે. હાઇકોર્ટે MGVCLને નિર્દેશ આપ્યો હતો કે અરજદાર કંપનીને જે વીજ પુરવઠો અત્યારે આપવામાં આવી રહ્યો છે, તેને 02 અઠવાડિયા સુધી કાપવામાં ન આવે અને […]

Gujarat

પ્રેમીના ત્રાસથી બે સંતાનની માતાનો આપઘાત

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રેમી સાથે રહેતી પરિણીતાને તેના પ્રેમી દ્વારા અવારનવાર કરાતી મારકૂટ અને માનસિકનો કરૂણ અંત આવ્યો છે. પ્રેમીએ ‘હું તને હવે મારી સાથે રાખવાનો નથી’ તેમ કહીને કડવા વેણ બોલી મરી જવા ઉશ્કેરણી કરતાં પરિણીતાએ પિયરમાં જઈને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજતાં, આ મામલે મૃતકની […]

Gujarat

ગંગાજળિયા પોલીસે અશ્વિન ઉર્ફે ‘અડધી પેટી’ની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો

ભાવનગર ગંગાજળિયા પોલીસે માથાભારે શખસ સામે મોટી કાર્યવાહી કરી છે. શરીર સબંધી ગુનામાં સંડોવાયેલા કરચલિયાપરાના શખસને અશ્વિન બાંભણિયાને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. ગંગાજળિયા પોલીસે પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલ્યો શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ અશ્વિન ઉર્ફે અડધી પેટી બાંભણિયા (ઉં.વ. 26, રહે. કરચલિયાપરા, શિવનગર, ભાવનગર) […]

Gujarat

માણાવદરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચાલશે

માણાવદર શહેરમાં જાહેર રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે સવારે ૯ વાગ્યાથી સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ અંગે માણાવદર મામલતદાર મહેશભાઈ શુક્લ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ દબાણો દૂર કરવા માટે બે તબક્કામાં નોટિસો ફટકારવામાં આવી હતી. જેમાં ૨ મે ૨૦૨૬ના રોજ ૩૬ આસામીઓને […]

Gujarat

પાઈલટ ટ્રેનિંગ સેન્ટર’ને નિકાસ માટે કાર્ગો પ્લેનની સુવિધા, 2027 સુધીમાં 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટની બદલાશે તસવીર

જૂનાગઢ જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને નવાબી કાળના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત અને અભૂતપૂર્વ કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ એરપોર્ટના સંપૂર્ણ આધુનિકીકરણ અને સર્વાંગી વિકાસ માટે અંદાજે 363 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં અનેક […]

Gujarat

અમદાવાદના સામાજિક કાર્યકરના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર

​જૂનાગઢ જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં અમદાવાદ શહેરમાં ગરીબો, પીડિતો, શ્રમિકો અને લારીગલ્લા-પાથરણાવાળાઓના હકો માટે લાંબા સમયથી લડત ચલાવતા સામાજિક કાર્યકર રાકેશ ભીખાભાઈ મહેરિયા વિરૂદ્ધ શરૂ કરાયેલી તડીપારની કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ કાનૂનની પ્રક્રિયા રાજકીય ઈશારે […]

Gujarat

ડભોડા પોલીસે વડોદરા હાઈસ્કૂલમાં જાગૃતિ સેમિનાર યોજ્યો

ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા વડોદરા ગામની સરકારી હાઈસ્કૂલ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો, કાનૂની અધિકારોની સમજ વિકસાવવાનો અને ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપવાનો હતો. આયોજન પીઆઈ એ. એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાર્યક્રમ દરમિયાન, મહિલા […]