ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જામનગર જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ તંત્રએ જણાવ્યું કે, પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નોંધાયો નથી. ધોરણ 10ની પૂરક પરીક્ષામાં આજે ગણિત વિષયનું પેપર લેવાયું હતું. આ પરીક્ષા માટે કુલ […]
India
રાજકોટ કાળીપાટ ચોકડી પાસેથી કાર માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ કાળીપાટ ચોકડી પાસેથી કાર માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા, મયુરભાઇ પાલરીયા તથા નગીનભાઇ ડાંગર તથા હિરેનભાઇ સોલંકી ને મળેલ સયુંકત હકીકત […]
નવસારીના લૂંસીકુઇ મેદાનમાં સિન્થેટિક ટ્રેક અંતિમ તબક્કામાં
નવસારીના લૂંસીકુઇ મેદાન ખાતે આધુનિક સિન્થેટિક રનિંગ ટ્રેક બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલો આ ટ્રેક સ્થાનિક ખેલકૂદ પ્રેમીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડશે. કુલદેવી કૃપા કન્સ્ટ્રક્શનના સંચાલકે જણાવ્યું હતું કે, આ 440 મીટર લાંબા ટ્રેકનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં […]
દેવસર નવનાથ ધામમાં શ્રી આઈ ભવન, પ્રસાદાલયનું ઉદ્ઘાટન
દેવસર નવનાથ ધામ ખાતે યાત્રિકોની સુવિધા માટે નિર્મિત ‘શ્રી આઈ ભવન’ (યાત્રી નિવાસ) અને ‘ગર્ભગીરી પ્રસાદાલય’ (ભોજનશાળા)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સમારોહ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર અને સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રી આઈ ભવનનું વિધિવત્ અનાવરણ કરાયું. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સહિત […]
રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, 5 વિસ્તારોમાં NDPSના દરોડા
નવસારી જિલ્લામાં પોલીસે નશાના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નાર્કોટીક્સ (NDPS) અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત ગણદેવી, બીલીમોરા, ચીખલી, ખેરગામ અને વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશીલા પદાર્થો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હોટલનો સંચાલક નશીલા પદાર્થનું વેચાણ કરતો […]
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કન્ટેનરમાંથી ₹48.43 લાખનો દારૂ ઝડપાયો
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી કાર્યવાહી કરી છે. LCB ટીમે ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બલવાડા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ એક કન્ટેનરમાં છુપાવીને લઈ જવાઈ રહ્યો હતો. LCB સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પી.આઈ. વી.જે. જાડેજાને […]
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’માં કરોડોનું કૌભાંડ ઝડપાયું
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતા બે અલગ-અલગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં કુલ બે ફરિયાદમાં 4.98 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયા હોવાનું સામે આવતા ગુનો નોંધી આંતરરાજ્ય સાયબર ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. ગોંડલના મયુરના બેંક એકાઉન્ટ સામે 20 સાયબર ફ્રોડની […]
ઈનામી ડ્રોના નામે ખેડૂતો પાસેથી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ
ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓની અંદર એકલા કામ કરતા વૃધ્ધોને ટાર્ગેટ બનાવી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં રાજકોટ નજીક મહીકા ગામના ખેડૂતો પાસે ઈનામી ડ્રોના કુપન સ્ક્રેચ કરાવી પૈસા પડાવી લેતી ગેંગ સામે અલગ અલગ બે ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે પૈકી એક ખેડૂત પાસેથી ટોળકીએ રૂપિયા 22,500 પડાવી લીધા હતા. જ્યારે અન્ય […]
યુવતી ભગાડી જવા મામલે ધોળા દિવસે પૂજારીનું અપહરણ
અમદાવાદના કલાપીનગર વિસ્તારમાં રહેતા પૂજારીનું ધોળા દિવસે અપહરણ કરી ઘરમાં ગોંધી રાખી માર્યો હોવાની ઘટના બની હતી. પૂજારીનો પુત્ર યુવતીને ભગાડી જતા તેના પરિવારજન અને અન્ય વ્યક્તિઓએ અપહરણ કરીને ગાડીમાં બેસાડી ભાર્ગવ રોડ પર આવેલી એક સોસાયટીના મકાનમાં રાખ્યો હતો. માર માર્યા બાદ છોડી મૂકવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં […]
મહુવાની ગુલીસ્તાન સોસાયટીમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટાફે ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ગુલીસ્તાન સોસાયટીમાં આવેલ એક ખેતરમાં રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં પૈસા અને પાના વડે તીન પત્તીનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તથા કુલ રૂ.88,440 ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની […]










