Gujarat

જામનગરમાં 14 વર્ષીય તરુણીનું હાર્ટ એટેકથી નિધન

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ હતી. મળતી માહિતી મુજબ, આનંદી પુરુષોત્તમ માસના પ્રસંગે રાજકોટમાં તેના મામાના ઘરે ગઈ હતી. ગઈકાલે સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. […]

Gujarat

જામનગરમાં 3 વર્ષના બાળકનું મોત

જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા સાત નાલા મહાદેવ નગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં માયાભાઈ શધીયા (ગઢવી) નો ત્રણ વર્ષનો પુત્ર જયવીર ઘર પાસે રમતા રમતા અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયો હતો. બાળક પાણીમાં પડ્યાની જાણ થતાં જ તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ ટૂંકી […]

Gujarat

રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અભિનેતા વિક્રાંત મેસી સાથે દેશવ્યાપી વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું

રાષ્ટ્રીય રાજધાનીમાં માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પ્રખ્યાત અભિનેતા વિક્રાંત મેસી, વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા બોક્સર નૂપુર શિયોરાન અને પ્રખ્યાત કન્નડ અભિનેત્રી રાગિણી દ્વિવેદી સાથે દેશવ્યાપી વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કર્યું હોવાથી પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવી દિલ્હીમાં ૧૫,૦૦૦ થી વધુ ફિટનેસ ઉત્સાહીઓએ સાયકલ ચલાવી હતી […]

Gujarat

પંચાયતી રાજ મંત્રાલય ૯ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આર્ત્મનિભર પંચાયત કાર્યક્રમ પર આઉટરીચ વર્કશોપનું આયોજન કરશે

ગુજરાતભરની પાત્ર ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાેડીને આ વર્કશોપ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવશે ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય ૯ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આર્ત્મનિભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરી રહ્યું છે. આ વર્કશોપ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ; પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત […]

Gujarat

રાજકોટ પોલીસની ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦‘ અંતર્ગત કડક કાર્યવાહી

ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦‘ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી છે, ગુનેગારોને કમિશનની લાલચે પોતાના બેંક ખાતા ભાડે આપતા તત્વો પર પોલીસે ધોંસ બોલાવી છે. જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડ અંતર્ગત કુલ ૮ FIR નોંધીને ૧૬ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં ૮ આરોપીઓની […]

Gujarat

જામનગર પોલીસે ફુલઝર નદીના કાંઠે વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા

જીલ્લામાં દારૂબંધી નો કડક અમલ થાય તે માટે પોલીસ સતર્કતાથી કામ કરે છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો હતો જેમાં, જામજાેધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, મોટા જથ્થામાં કાચો આથો અને વાહન […]

Gujarat

ચોમાસું આવાની તૈયારી પણ પંચમહાલના ગોધરા સહિત અનેક સ્થળો પર અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન

પંચમહાલ જિલ્લાના ગોધરા સહીત અનેક સ્થળો પર તંત્ર દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. શહેરમાં વિકાસ કાર્યોના નામે શરૂ કરાયેલા અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો અત્યારે સ્થાનિક રહીશો માટે આશીર્વાદના બદલે માથાનો દુ:ખાવો બની ગયા છે. ચોમાસું હવે નજીક છે અને શાળાઓ પણ શરૂ થવાને આરે છે, […]

Gujarat

બારડોલીમાં ગેરકાયદે પશુ ભરેલી ટ્રક ઝડપાઈ

બારડોલી ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે નંબર 53 પરથી ગેરકાયદે પશુ વહન કરતી એક ટ્રકને ઝડપી પાડી છે. નવી કીકવાડ ગામની સીમમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મામલે ટ્રક ચાલક અને માલિકની ધરપકડ કરવામાં આવી છે, અને કુલ 7.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ટ્રક (GJ-14-AT-6019) ની તપાસ કરતા તેમાં 10 […]

Gujarat

ઓલપાડના સાયણ નજીક યાર્ન ફેક્ટરીમાં આગ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ નજીક આવેલી એક યાર્ન ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના આજે સવારે બની હતી. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં છ જેટલા કામદારો હાજર હતા. ધુમાડો નીકળતા જ કામદારો સમયસર બહાર નીકળી ગયા હતા, […]

Gujarat

ખાડી પૂરની કાયમી સમસ્યા નિવારવા સુરત મનપા સજ્જ

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન અને ખાડી સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂર અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે, જેના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીની વાસ્તવિક સ્થિતિ […]