Gujarat

ક્રિષ્ના શિયાળે યોગાસના ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

તળાજા તાલુકાના મથાવડા ગામના યુવા ખેલાડી શિયાળ ક્રિષ્નાભાઈ માવજીભાઈએ વિશ્વની પ્રથમ યોગાસના ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ક્રિષ્નાભાઈએ શાનદાર પ્રદર્શન કરીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી મથાવડા ગામ સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે […]

Gujarat

ભાવનગરમાં ચોરીની શંકા રાખી સગીરનું અપહરણ

ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા એક 17 વર્ષીય સગીરનું ત્રણ દિવસ પૂર્વે છ શખસે બળજબરીથી કારમાં અપહરણ કર્યું હતું. સગીરે મોબાઇલની ચોરી ન કરી હોવા છતાં તેને ઓફિસમાં આખી રાત બંધ રાખી, છરી બતાવીને ચોરીની કબૂલાત કરાવતો વીડિયો મોબાઇલમા ઉતાર્યો હતો. આ અંગે સગીરની માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા તમામ […]

Gujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત, પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો ને કાળ ભેટ્યો

વડોદરા પાસેથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગત(6 જૂન) મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. સમિયાલા નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા 4 લોકો સારવાર હેઠળ છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. […]

Gujarat

વડોદરાની નિશાકુમારી સહિતની યુવતીઓએ હિમાચલ પ્રદેશની પર્વતમાળામાં 17,350 ફૂટ ઊંચા શિખર પર લહેરાવ્યો વિજયધ્વજ

વડોદરાની એવરેસ્ટર અને સ્કિલ ફાઉન્ડેશનની સ્થાપિકા એવરેસ્ટર નિશાકુમારીના નેતૃત્વ હેઠળ આયોજિત ‘મિશન શક્તિ – ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026’ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી યુવતીઓએ હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા 17,350 ફૂટ ઊંચા ફ્રેન્ડશિપ પીક પર સફળ ચઢાણ કરીને સાહસ, આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમવર્કનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અભિયાન […]

Gujarat

બોડેલી પોલીસે ‘સાયકલ ઓન સન્ડે’ રેલી યોજી

બોડેલી પોલીસે ‘ફિટ ઇન્ડિયા મિશન પ્રોજેક્ટ’ અંતર્ગત ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બોડેલીમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અભિયાનને વેગ આપવા માટે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસે પણ એક સાયકલ રેલી યોજી હતી, જેમાં […]

Gujarat

તુરખેડા પાસે નર્મદા નદીમાંથી રૂ. 5.75 લાખનો દારૂ ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા LCBએ તુરખેડા નજીક નર્મદા નદીમાંથી નાવડી દ્વારા લઈ જવાતો રૂ. 5,75,558/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 6,80,558/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે વધુ એક […]

Gujarat

કંસારી ટોલ નાકે પ્રોફેસર સહિત 2 MD ડ્રગ્સ સાથે ઝડપાયા

બનાસકાંઠા SOGએ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) કંસારી ટોલ નાકા નજીકથી 5.78 લાખના મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી ઉચ્ચ શિક્ષિત છે, જે LLB અને MPhilની ડિગ્રી ધરાવે છે. તેમજ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યો છે. પોલીસે આરોપી જોગેશકુમાર મહેશકુમાર ઠાકોર અને સાહિલ પ્રવીણ પ્રવીણભાઈ વાઘેલા […]

Gujarat

બનાસકાંઠા LCBએ જુગાર રમતા પાંચ શખશ ઝડપ્યા

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડીસા તાલુકાના ઝેરડા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડા ₹16,330 અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹21,830 જપ્ત કર્યો છે. LCB દ્વારા દારૂ અને જુગારબંધી માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમોનું ગઠન […]

Gujarat

અંબાજીમાં 72 કડવા પાટીદાર સમાજનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ

અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કડવા પાટીદાર સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા. સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશ આપવા માટે 55 જેટલી લક્ઝરી બસોમાં ભક્તો અંબાજી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં 3180 થી વધુ મહિલાઓ અને 400 થી વધુ સ્વયંસેવક ભાઈઓ ઉત્સાહભેર […]

Gujarat

પર્યાવરણ દિવસે જ વઢવાણા તળાવમાંથી આઠ મોટા વૃક્ષો લાકડા ચોરો કાપી ગયા

વિશ્વભરમાં 5મી જૂનને ‘વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે. પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વઢવાણા તળાવ ખાતે આ જ દિવસે પર્યાવરણના લીરેલીરા ઉડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડા ચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રયસ્થાન સમાન 8 જેટલા […]