Gujarat

માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની આજે પ્રાર્થનાસભા

વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ સમગ્ર રાજ્ય અને શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ લોકનેતાના આત્માની શાંતિ અર્થે આજે (7 જૂન) સાંજે વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોકસભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સ્વ. યોગેશ પટેલ […]

Gujarat

સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટ

સોમનાથ ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે અખિલ ગુજરાત ટીમ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 5 થી 7 જૂન, 2026 દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 160 પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો ભાગ લેશે. આયોજન અંધ સર્વોદય મંડળ રાજકોટ અને જી.સી.એ.વી.સી. દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરાયું છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ દૃષ્ટિહીન વ્યક્તિઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને તેમને […]

Gujarat

મોરારી બાપુએ તુલસીશ્યામથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

મોરારી બાપુએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામ તીર્થધામ ખાતેથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે યાત્રિકો, પ્રવાસીઓ અને ભાવિકોને પ્રકૃતિનું જતન કરવા નમ્ર અપીલ કરી હતી. બાપુએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન કરવું એ દરેક માનવીની નૈતિક ફરજ છે. જંગલો, વૃક્ષો અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરીને જ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું […]

Gujarat

ગીર-સોમનાથ જિલ્લાના 5 ડેમોમાં 31 જુલાઈ સુધીનો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેમોમા આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને જિલ્લાની 3 ગેટેડ યોજનામાં મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે. કાળાવદરા એ જણાવ્યું હતું કે હિરણ 1 ( કમલેશ્વર ) ડેમમાં 36.90 ટકા, હિરણ 2 […]

Gujarat

તાલાળા ચોકડી પાસે યુવક પર જીવલેણ હુમલો; હોકી, લાકડી અને લોખંડના પંચ વડે તૂટી પડ્યા

પ્રભાસ પાટણ-તાલાળા રોડ પર ઉધાર આપેલા રૂપિયા પરત માંગવાની હિંમત એક યુવકને ભારે પડી હોવાનું સામે આવ્યું છે. ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને લોખંડના પંચ વડે એવો બેરહેમ હુમલો કર્યો કે યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. ગંભીર ઇજાઓ સાથે તેને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં […]

Gujarat

વિસનગરમાં બે બહેનો પર દુષ્કર્મ મામલો

સતલાસણા પંથકની અને વિસનગરમાં રહેતી એક સગીર સહિત બે સગી બહેનોને તેના જ પંથકના યુવકે પિતા અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહીં બંન્ને બહેનોએ મળવાનું બંધ કરી દેતાં સમાજના ગૃપમાં ફોટો વાયરલ કરી દીધા હતા. આ બનાવ અંગે યુવતીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોક્સો સહિતના ગુનો […]

Gujarat

તોરણવાળી ચોકમાં ભરાતું પાથરણા બજાર અને શાકભાજી લારીઓ પીલાજીગંજમાં ઊભી રહેશે

મહેસાણાના હૃદય સમા તોરણવાળી માતાના ચોકને હેરિટેજ ચોક તરીકે વિકસાવવાની કામગીરી વચ્ચે ટ્રાફિક અને દબાણ મોટો અવરોધ બનતાં મનપાએ ચોકમાં ભરાતું પાથરણા બજાર અને શાકભાજીની લારીઓને પીલાજી ગંજમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. જોકે, પહેલા દિવસે અમલ જોવા મળ્યો ન હતો. મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ સતત ટ્રાફિક અને દબાણને કારણે […]

Gujarat

8 વર્ષ બાદ મહેસાણામાં SPનું ફૂટ પેટ્રોલિંગ… રસ્તા પર જ વાહનો ચેક કર્યા

મહેસાણા શહેરમાં લગભગ આઠ વર્ષ બાદ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરી કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક અને સુરક્ષાની સ્થિતિનો જાતે ચિતાર મેળવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વિનાનાં બાઇકો, કાળી ફિલ્મવાળી કારો સહિતના વાહનો સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. […]

Gujarat

GSTની આવકમાં 12.04%નો ઉછાળો

રાજ્યભરમાં મે-2026 માસ દરમિયાન જીએસટીની કુલ આવક ₹7,262 કરોડ થવા પામી છે, જેમાં મહેસાણા ડિવિઝને નોંધપાત્ર અને ગૌરવપૂર્ણ દેખાવ કર્યો છે. મહેસાણા ડિવિઝનની ચાલુ વર્ષે મેની જીએસટી આવકમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 12.04 ટકાનો તોસ્તાન ઉછાળો જોવા મળ્યો છે. મે, 2026માં ડિવિઝનની કુલ આવક ₹270.18 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષે મે, […]

Gujarat

અનસૂયા ગૌધામમાં ગૌસેવા સાથે માનવસેવા

માણાવદરમાં આવેલા અનસૂયા ગૌધામની અક્ષર પાર્ક સોસાયટીના ગોપી મંડળ અને સરદારનગરના હરિધામ એપાર્ટમેન્ટના મહિલા મંડળ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આયોજિત આ મુલાકાત દરમિયાન મહિલાઓએ ગૌમાતાના દર્શન કર્યા હતા અને સંસ્થા દ્વારા ચાલતા વિવિધ સેવાકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતી મહિલાઓએ ગૌધામના વ્યવસ્થાપન અને સ્વચ્છતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું […]