Gujarat

આઈટી એન્જિનિયરિંગના 19 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, વિધવા માતા-બહેન આઘાતમાં ગરકાવ

પાટનગર ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં રહેતા આશરે 19 વર્ષીય આશાસ્પદ આઈટી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ અકળ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારનો એકમાત્ર સહારો એવા જુવાનજોધ દીકરાના આપઘાતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ […]

Gujarat

ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરીને મંદિરમાથી ચોરી કરી

ગાંધીનગરના શેરથા ગામમાં આવેલા એક મકાનમાં મકાનના અગાઉના માલિકે આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. બેંક દ્વારા હરાજીમાં ખરીદવામાં આવેલા મકાનમાં અગાઉના માલિકે ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરી મંદિરમાંથી 5100 રૂપિયા ચોરી લેતાં અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બેંકના હપ્તા ન ભરતા બેંકે મકાન સીઝ કરી હરાજી કરી ગાંધીનગરના સેકટર 12 ખાતે રહેતા […]

Gujarat

પલસાણામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ ઝડપાયા

સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ રૂ. 4,34,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલા મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા […]

Gujarat

કડોદરામાં ઠપકાથી નારાજ સગીરાનો આપઘાત

કડોદરા GIDC પોલીસ સ્ટેશન હદમાં આવેલા અંત્રોલી ગામમાં એક દુઃખદ ઘટના બની છે. 13 વર્ષની એક સગીરાએ ઘરના ધાબા પરથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, સગીરાને અભ્યાસ બાબતે માતા-પિતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી નારાજ થઈ સગીરા ભાવનાત્મક રીતે આહત બની હતી […]

Gujarat

સ્પોર્ટ્સ બાઇકમાં ગાંજો છુપાવી વેચતો બિહારી યુવક અને ચાની લારીની આડમાં ગાંજો વેચતા 70 વર્ષના વૃદ્ધા ઝડપાયા

સુરત શહેરમાંથી ડ્રગ્સ અને નશાની બદીને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શરૂ કરાયેલા ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સારોલી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની ટીમોએ ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 944 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક બિહારી યુવક અને એક 70 […]

Gujarat

જામનગરમાં ગાત્રાળ માતાજીનો નવરંગ માંડવો યોજાયો

જામનગરમાં 46 દિગ્વિજય પ્લોટ, સુભાષ પરા શેરી નં-1 ખાતે શ્રી ગાત્રાળ માતાજીનો 24 કલાકનો નવરંગ માંડવો યોજાયો. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન જય માતાજી ગ્રુપ દ્વારા કરાયું હતું. માંડવા દરમિયાન ભક્તોએ માતાજીના ગુણગાન ગાયા હતા. આ પ્રસંગે ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ […]

Gujarat

ઇબોલાના સંભવિત કેસોને પહોંચી વળવા જી.જી. હોસ્પિટલમાં બેઠક

ભારતમાં ઇબોલા વાયરસના સંભવિત પ્રવેશને પગલે ગુજરાત સરકાર સતર્ક બની છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં શુક્રવારે સાંજે આરોગ્ય વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇબોલાના સંભવિત કેસોને પહોંચી વળવા માટેની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓ, મેડિસિન […]

Gujarat

જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિન ભડભડ સળગી

શુક્રવારની રાત આગની ઘટનાઓને પગલે ભારે દોડધામવાળી રહી હતી. અલગ-અલગ ત્રણ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં બે મોટી ઘટના ઘટતાં તંત્ર અને સ્થાનિક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરમાં લાગેલી આગ અને વેરાવળમાં રહેણાક મકાનમાં ભભૂકેલી આગે સ્થાનિક સ્તરે ભારે અફરાતફરી મચાવી દીધી […]

Gujarat

રાજકોટ ગાંધીગ્રામ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના મર્ડરના બનાવમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ ગાંધીગ્રામ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના મર્ડરના બનાવમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આવેલ શિવાલીક એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૨ માં રહેતા અલ્તાફભાઇ લાલાણી નાઓએ તેઓની પત્ની શિલ્પાબેન ઉ.૪૦ નાઓને હથોડીના ઉપરા ઉપરી માંથામાં ધા મારી મોત નિપજાવી આ કામે આરોપી શિલ્પાબેનના પતી […]

Gujarat

વડોદરામાં ધરતી એસોસીએટ્સના ભાગીદારો સાથે 4.75 કરોડની છેતરપિંડી

વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ધરતી એસોસીએટ્સ નામની ભાગીદારી પેઢી સાથે 4.75 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાનો આક્ષેપ કરી વડોદરા શહેરના 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ભેગા મળી ખોટી સહી, બોગસ દસ્તાવેજો અને બનાવટી ઓથોરિટી પત્રોના આધારે ફ્લેટોના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ […]