અમદાવાદ જિલ્લાના બાવળા-સરખેજ હાઇવે પર આજે ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રોડ વિભાગ દ્વારા રોડ પર ઠલવાયેલા કચરા અને કિચ્ચડના કારણે એક્ટિવા ચાલકનું વાહન અચાનક સ્લીપ થઈ ગયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પર અને લગ્ઝરી બસ વચ્ચે પણ અથડામણ થતાં અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. એક્ટિવા ચાલક […]
India
ચાંદીના રથમાં બિરાજમાન દ્વારકાધીશના બાળસ્વરૂપની ચાર પરિક્રમા, વિશેષ દર્શન
સુપ્રસિધ્ધ્ યાત્રાધામા દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં અષાઢી બીજના પાવન અવસરે આજે 15મી જુલાઇના રોજ પરંપરાગત રથયાત્રા મહોત્સવનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં સાંજે 5:00થી 7:00 વાગ્યા દરમિયાન ભગવાન દ્વારકાધીશના બાળસ્વરૂપને ચાંદીના અલંકૃત રથમાં બિરાજમાન કરાવી મંદિર પરિસરમાં વિશેષ પરિક્રમા કરાવવામાં આવશે. પરંપરા મુજબ મંદિરના પૂજારી પરિવારના માર્ગદર્શન હેઠળ શ્રીજીના બાળસ્વરૂપને ગર્ભગૃહ […]
લતીપરમાં રાજ્યપાલે ગાયનું દુગ્ધ દોહન કર્યું પ્રાકૃતિક ખેતી-ગાયના મહત્વ વિશે માર્ગદર્શન
જામનગર જિલ્લાના લતીપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત દરમિયાન પોતાના પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના માતૃકૃપા ફાર્મની મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલે ફાર્મની મુલાકાત દરમિયાન […]
લાલપુરમાં બુધવારે સવારથી વાતાવરણમાં પલટો
લાલપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બુધવારે વહેલી સવારથી ધીમો વરસાદ શરૂ થયો છે. સતત ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદને પગલે રસ્તાઓ ભીના બન્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દિવસ દરમિયાન વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી […]
જામનગરમાં જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ એલર્ટ
ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ખંભાળિયા ગેટ, […]
રાજકોટમાં સજાના વોરંટના નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ.
રાજકોટમાં સજાના વોરંટના નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ. રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ટી.ડી.જાડેજા તથા હરેશભાઇ ગેડીયા તથા ચંદ્રેશભાઇ સોંદરવા નાઓએ સ્પે.નેગોશ્યેબલ કોર્ટ રાજકોટના ફોજદારી કેસ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની […]
રાજકોટમાં સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ.
રાજકોટમાં સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ. રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ટી.ડી.જાડેજા તથા હરેશભાઇ ગેડીયા તથા સુનીલભાઇ પરમાર નાઓએ નેગોશ્યેબલ કોર્ટ રાજકોટના ફોજદારી કેસ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા પ મહિનાથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની […]
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાઈટ પરથી 16 ટન સળિયાની ચોરી
નવસારી રૂરલ પોલીસે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી કરોડો રૂપિયાના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે સંદલપોર ગામની સીમમાં દરોડો પાડીને ચોરીના 16 ટન લોખંડના સળિયા, હાઇડ્રા ક્રેન, ટ્રેલર અને સ્કોર્પિયો સહિત કુલ 99.08 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રોજેક્ટના ચેનલ નંબર 242 […]
જલાલપોર પોલીસે ગુપ્ત બાતમી આધારે વિજલપોરથી અટકાયત કરી
નવસારી જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા પોલીસ સક્રિય બની છે. જલાલપોર પોલીસે બે અલગ-અલગ ચોરીના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને વિજલપોર ખાતેથી ઝડપી પાડી છે. પોલીસને ગુપ્ત બાતમીના આધારે આ સફળતા મળી હતી. અગાઉ 2ની ધરપકડ, આ મહિલા ફરાર હતી ગત 2 જુલાઈ, 2026ના રોજ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 303(2) તથા 54 […]
માલિકોના જીવ બચાવવા શ્વાન અંતિમ શ્વાસ સુધી દીપડા સાથે લડ્યો
નવસારીના ચીખલી તાલુકાના ઘોડવણી ગામે વહેલી સવારે એક હૃદયસ્પર્શી ઘટના બની છે. એક પાલતુ શ્વાન ‘નેક્ટર’એ દીપડા સામે લડીને ત્રણ લોકોનો જીવ બચાવ્યો હતો. આ બહાદુરીભર્યા સંઘર્ષમાં ‘નેક્ટર’ ગંભીર રીતે ઘવાઈ જતાં તેનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોડવણી ગામની એક રેસ્ટોરન્ટ બહાર ત્રણ અજાણ્યા લોકો ખાટલા પર સૂતા હતા. વહેલી સવારના અંધકારનો લાભ […]










