ભારતમાં ઇબોલા વાયરસના સંભવિત પ્રવેશને પગલે ગુજરાત સરકાર સતર્ક બની છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં શુક્રવારે સાંજે આરોગ્ય વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇબોલાના સંભવિત કેસોને પહોંચી વળવા માટેની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓ, મેડિસિન […]
India
જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિન ભડભડ સળગી
શુક્રવારની રાત આગની ઘટનાઓને પગલે ભારે દોડધામવાળી રહી હતી. અલગ-અલગ ત્રણ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં બે મોટી ઘટના ઘટતાં તંત્ર અને સ્થાનિક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરમાં લાગેલી આગ અને વેરાવળમાં રહેણાક મકાનમાં ભભૂકેલી આગે સ્થાનિક સ્તરે ભારે અફરાતફરી મચાવી દીધી […]
રાજકોટ ગાંધીગ્રામ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના મર્ડરના બનાવમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ ગાંધીગ્રામ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના મર્ડરના બનાવમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ યુનીવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આવેલ શિવાલીક એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૨ માં રહેતા અલ્તાફભાઇ લાલાણી નાઓએ તેઓની પત્ની શિલ્પાબેન ઉ.૪૦ નાઓને હથોડીના ઉપરા ઉપરી માંથામાં ધા મારી મોત નિપજાવી આ કામે આરોપી શિલ્પાબેનના પતી […]
વડોદરામાં ધરતી એસોસીએટ્સના ભાગીદારો સાથે 4.75 કરોડની છેતરપિંડી
વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ધરતી એસોસીએટ્સ નામની ભાગીદારી પેઢી સાથે 4.75 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાનો આક્ષેપ કરી વડોદરા શહેરના 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ભેગા મળી ખોટી સહી, બોગસ દસ્તાવેજો અને બનાવટી ઓથોરિટી પત્રોના આધારે ફ્લેટોના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ […]
જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો આતંક
જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો છે. ગામમાં રખડતા એક શ્વાને આખા દિવસ દરમિયાન આતંક મચાવીને પાંચ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે. શ્વાનના આ હુમલાને કારણે સમગ્ર ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.આ હુમલાનો ભોગ બનેલા લોકોમાં ચાર બાળકો અને એક આધેડનો સમાવેશ થાય છે. શ્વાને અચાનક જ આ તમામ […]
જામનગરમાં મહાપ્રભુજીની 84 બેઠકજીના દર્શન યોજાયા
જામનગરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે મહાપ્રભુજીની 84 બેઠકજીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા ગેટ પાસે આવેલા પ્રખ્યાત માધવરાયજી હવેલી ખાતે આ દર્શન યોજાયા હતા અને છેલ્લા 40-50 વર્ષોથી આ હવેલીમાં દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ દર્શન તા. 27 મે, 2026ના રોજ અધિક જેઠ સુદ અગિયારસના દિવસે સાંજે 7:30 વાગ્યે શરૂ થયા હતા. બીજા દિવસે, […]
સો.મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ યુવક શંકા કરતો, મોબાઈલ હેક કરી હરકતો પર નજર રાખતા યુવતીએ સંબંધ તોડી નાખ્યો
વડોદરા શહેરમાં રહેતી યુવતીને પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા માનસિક રીતે હેરાન કરવા સાથે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી અને બ્લેકમેઇલ કરી હતી. જેથી યુવતીએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને પક્ષનું કાઉન્સેલિંગ કર્યું હતું અને યુવતીને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. આખરે યુવતીની ઇચ્છા પ્રમાણે સમાધાન કરાવ્યું હતું. […]
પાણીગેટ પોલીસ અને ઝોન-3 LCBએ કરેલી કાર્યવાહીમાં બે આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર
વડોદરા શહેર પાણીગેટ પોલીસની ટીમ અને ઝોન-3 LCB ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી, આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પાણીગેટ પોલીસ અને […]
ભુતેશ્વરમાં વર્ષ જૂના વેરની વસૂલાત માટે જીવલેણ અકસ્માત સર્જી યુવકની હત્યા
ભાવનગર જીલ્લાના ભુતેશ્વર ગામમાં જૂની અદાવત અને વેરભાવ રાખીને એક શખ્સે જાણીજોઈને ઈકો ગાડી મોટરસાયકલ સાથે ભટકાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો, આ કરુણ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે એક વર્ષ જૂના ખૂન કેસનો બદલો લેવા માટે ફિલ્મી ઢબે અકસ્માત […]
કલર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી ફાર્મહાઉસમાં ગોંધી રાખ્યો
વડોદરા શહેરમાં કલર કોન્ટ્રાક્ટરનું કામ કરતા 23 વર્ષના એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી, તેને ફાર્મહાઉસમાં બંધક બનાવી માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને ભોગ બનનાર યુવકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. આ મામલે ફાર્મહાઉસના માલિક સહિત 5 આરોપીઓ સામે અટલાદરા […]










