Gujarat

સુરત વન વિભાગે માંડવીમાંથી સાગી લાકડા ઝડપ્યા

સુરત જિલ્લાના માંડવી ઉત્તર રેંજના ખાત્રાદેવી ગામેથી ગેરકાયદેસર સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત વન વિભાગની ટીમે કાર્યવાહી કરીને આશરે ₹30,000ની કિંમતના 10 નંગ સાગી લાકડા કબજે કર્યા છે. વન સંરક્ષક પુનિત નૈયર (સુરત વન વર્તુળ) અને નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર (સુરત ક્ષેત્રીય) દ્વારા જંગલ સંરક્ષણ અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ […]

Gujarat

PM મોદી 5 જૂને સુરતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂનના રોજ સુરતની મુલાકાત લે એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ સંભવિત પ્રવાસને પગલે શહેરમાં તેમની ભવ્ય જાહેર સભાના આયોજન માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.વડાપ્રધાનની સભા માટે યોગ્ય અને અનુકૂળ સ્થળ પસંદ કરવા માટે અધિકારીઓ દ્વારા વેસુ અને વરાછા સહિતના વિસ્તારોમાં વિવિધ […]

Gujarat

મહારાષ્ટ્ર જતી ફોર વ્હીલમાંથી ₹2.13 લાખનો મુદ્દામાલ જપ્ત, બેની ધરપકડ

વલસાડ જિલ્લાના હલધરુ નજીકથી પોલીસે બિલ વગરના ગુટકાનો મોટો જથ્થો ભરેલી એક ફોર વ્હીલ ઝડપી પાડી છે. મહારાષ્ટ્ર લઈ જવાઈ રહેલા આ જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCB સ્ટાફને બાતમી મળી હતી કે, એક સેવરેલોટ ફોર વ્હીલનો ચાલક ગુટકાનો માતબર જથ્થો ભરી મહારાષ્ટ્ર જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે હલધરુ સર્વોત્તમ હોટલવાળા […]

Gujarat

સુરત જિલ્લામાં અઠવાડિયામાં યોજાયા 33 જનકલ્યાણ કેમ્પ

છેવાડાના અને વંચિત નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ સીધા પહોંચાડવાના આશયથી સુરત જિલ્લામાં એક ભવ્ય જનકલ્યાણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન’ (PM-JANMAN) અંતર્ગત ગત તા.18 મેથી તા.25 મે દરમિયાન સુરત જિલ્લાના તમામ તાલુકાઓના 33 ગામોમાં ‘જનજાતિ ગરિમા ઉત્સવ-2026’ હેઠળ જનભાગીદારી કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સ્થાનિક ધારાસભ્યો […]

Gujarat

સુરતના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર દરોડો

સુરત શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા જુગારના અડ્ડાઓ પર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના મોટા વરાછા જેવા પોશ વિસ્તારમાં માત્ર મહિલાઓ માટે ચાલતી એક હાઈપ્રોફાઈલ જુગારક્લબ પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ફ્લેટમાં ACની ફૂલ ગુલાબી ઠંડકમાં બેસીને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતી ફ્લેટ માલિકની પત્ની સહિત કુલ 7 હાઈપ્રોફાઈલ મહિલાઓને […]

Gujarat

ગાંધીનગરમાં યુવાને જીવન ટૂંકાવતા પહેલાં પરિવારનું ધ્યાન રાખ્યું, 5 દિવસ લાશ પડી રહી

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી પૂનમ રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય યુવાને શેરબજારની નોકરી છૂટી જતાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ આત્મઘાતી પગલું ભરતાં પહેલાં મૃતકે પોતાની માસૂમ પુત્રી અને પરિવારની સુરક્ષાનો ખ્યાલ રાખીને ઘરના મુખ્ય દરવાજાની બહાર એક કાગળની ચેતવણીભરી ચિઠ્ઠી ચોંટાડી હતી. જેમાં […]

Gujarat

સિહોર લાયન્સ ક્લબે 106 લાભાર્થીઓને ટ્રાવેલ કીટ આપી

લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા “ભગવાનનું ઘર” સંસ્થાના 106 લાભાર્થીઓને ટ્રાવેલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમ સંજીવની હોસ્પિટલ ખાતે યોજાયો હતો ઝોન ચેરમેન લાયન ડો. ડી.પી. પ્રજાપતિના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં, તેમણે ટ્રાવેલ કીટ “ભગવાનનું ઘર” સંસ્થાના સંચાલક આશિષભાઈ ભટ્ટને સુપ્રત કરી હતી. આ કીટ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે […]

Gujarat

સાધુના વેશમાં લોકોને લૂંટતી મહિલા ઝડપાઈ

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પાંચ મહિના પૂર્વે એક મહિલાના ઘરે સાધુના વેશમાં આવી, માનસિક બીમારી સાજી કરવાના બહાને કેમિકલયુક્ત ગળ્યું પાણી પાઈ ₹65 હજારના સોનાના દાગીના અને ₹21 હજારની રોકડ લૂંટી ફરાર થઈ ગયેલી મહિલા આરોપી માધુરીબેન સંજયનાથ પરમારને લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) ભરતનગરના લાલા બાપા ચોક પાસેથી ઝડપી પાડી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ […]

Gujarat

લાલપુરમાંથી વર્લીના આંકડા લેતા એક ઝડપાયો

લાલપુર શહેરમાં પોલીસે જાહેરમાં વર્લીના આંકડા લેતા એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી લાલપુર બસ સ્ટેશન પાસે કરવામાં આવી હતી. પોલીસે સાજણભાઈ માર્યા (ઉ.વ. 39) નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી વર્લીનું સાહિત્ય અને રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે કુલ 950 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી.  

Gujarat

યુવતીને ભગાડી જવાના મનદુખમાં ટોળાએ હુલ્લડ મચાવ્યું; મહિલા પર પાઈપથી હુમલો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મુદ્દે મોડી રાત્રે હુમલાની ઘટના બની છે. યુવક અને યુવતી ઘરેથી સાથે જતા રહેવાના મનદુખમાં સાત જેટલી ગાડીઓમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ ગામમાં હુલ્લડ મચાવી હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મથુરભાઈ લાલજીભાઈ માલા (આહીર)એ […]