રાજકોટ મહીકા ગામમાંથી વિદેશીદારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં […]
India
મેડિકલ પહેલા પેરામેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા 29 મેથી શરૂ થશે
ગુજરાત રાજ્યમાં UG મેડિકલમાં એડમિશન પહેલા જ પેરા મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા 29મી મેથી શરૂ થશે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પિન વિતરણ પ્રક્રિયાનો પ્રારંભ થશે. જેમાં રાજ્યની સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ 1165 કોલેજની 56,754 બેઠક પર પ્રવેશ માટે પ્રક્રિયા થશે. વિદ્યાર્થીઓ 12 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે બાદ 30 મે થી 13 જૂન […]
દેશમાં ઈંધણ સંકટ અને પીએમની અપીલ બાદ MSUમાં દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ ઉજવાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણની બચત અને સંકટ વચ્ચે ઊર્જા વપરાશ માટે કરવામાં આવેલી અપીલને અનુસરીને ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ યુનિવર્સિટી કેમ્પસમાં દર સોમવારે નો વ્હીકલ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. MSUમાં દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ ઉજવાશે આ પહેલનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો કરવો, ઈંધણ બચત […]
વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવારણ સમિતિની બેઠક મળી
વડોદરા શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પૂર નિયંત્રણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો […]
રતનપુરના લીસ્ટેડ બુટલેગરના પુત્રના નામે ચાલતા સચીન પેટ્રોલિયમના ખાતાઓમાં રૂ.40.42 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા
વડોદરામાં ગુજસીટોક હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન રતનપુરના લિસ્ટેડ બુટલેગરના પત્ની અને ભાભી માલિકીના નામે ચાલતા સચીન પેટ્રોલિયમના ત્રણ બેંક ખાતાઓમાં રૂ.40.42 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવતા પોલીસ સક્રિય થઈ ગઈ છે. બુટલેગરની પત્ની અને ભાભીએ ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ડી ફ્રીઝ કરવા માટે સ્પેશિયલ GujCTOC કોર્ટમા અરજી કરી હતી પરંતુ કોર્ટે ડિ-ફ્રીઝ કરવાની […]
ડમ્પર મિક્સર મશીન સાથે અથડાતા ચાલકનું મોત
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા પલસાણા ચોકડી ઓવરબ્રિજ ઉપર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક હાઇવા ડમ્પર આગળ જઈ રહેલા એજેક્સ ગડર મિક્સર મશીન સાથે પાછળથી અથડાતા ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું મૃતક ચાલકની ઓળખ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુસલગઢ તાલુકાના બાવડી ડીડોરના 50 વર્ષીય પ્રભુલાલ કછરીયાજી તરીકે […]
સુરતમાં કોઈને કહ્યા વગર બહાર ગયેલા 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ પોણા બે કલાકે તાપી નદીમાં તરતો મળ્યો
સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી ગિરનાર સોસાયટીની પાછળ વહેતી તાપી નદીમાંથી એક 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં આ મોત અકસ્માત છે કે આપઘાત, તેને લઈને […]
કોસંબામાં ડમ્પરે બાઈક સવાર પરિવારને ટક્કર મારી
સુરત જિલ્લાના તરસાડી-કોસંબા મુખ્ય માર્ગ પર એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા એક હાઈવા (ડમ્પર) ચાલકે બાઈક પર સવાર પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, એક પરિવાર પોતાની મોટરસાઈકલ પર સવાર થઈને બજાર તરફ જઈ રહ્યો હતો. તે […]
NH-48 પર ડામર કામથી મોપેડ સ્લિપ થયું, પાછળથી આવતા ટ્રકે કચડી નાંખ્યાં
કામરેજના ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોપેડ સ્લીપ થઈ જતાં રોડ પર પટકાયેલા 53 વર્ષીય આધેડને પાછળથી આવી રહેલા ટ્રકે કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક મહેન્દ્રકુમાર ગહેરીલાલ શાહ (ઉં.વ. 53) મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના વતની હતા અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા […]
CA પત્નીની વચગાળાના ભરણપોષણની અરજી કોર્ટે ફગાવી
સુરતના એક હાઈ પ્રોફાઈલ કિસ્સામાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. શહેરના પૉશ વિસ્તારમાં રહેતી અને વ્યવસાચે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) એવી પરિણીતા દ્વારા તેના પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ (ઘરેલું હિંસા) હેઠળ વચગાળાના ભરણપોષણની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, પત્ની પોતે આત્મનિર્ભર છે અને પોતાનું જીવનનિર્વાહ સારી રીતે […]










