Gujarat

LRD પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર ભરતી (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) અંતર્ગત યોજાયેલી લેખિત પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. આ આન્સર કી જાહેર થતાં જ હવે ઉમેદવારોના પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે. 14 જૂનના રોજ યોજાઈ હતી […]

Gujarat

ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ મહા વૃક્ષારોપણ અભિયાન, એક વર્ષમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને ‘હરિયાળી લોકસભા’ બનાવવાના સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ, રવિવારના રોજ વિશાળ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાવાનું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ અભિયાનમાં નાગરિકોને પોતાના પરિવારના દરેક સભ્યના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવા અપીલ કરવામાં આવી છે. 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી સંકલ્પ વર્ષ […]

Gujarat

ભારતીય રેલ્વેના કવચ પ્રોજેક્ટ ટાવર સાઇટથી યાંત્રિક ઉપકરણો ચોરનાર રાજસ્થાની ત્રિપુટી ઝડપાઈ

ટ્રેન અકસ્માતો રોકવા માટેના ભારતીય રેલ્વેના અત્યંત મહત્વકાંક્ષી ‘કવચ’ (Kavach) પ્રોજેક્ટને નિશાન બનાવનાર તસ્કરોને પકડી પાડવામાં પેથાપુર પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગરના કોલવડા ગામ નજીક આવેલી કવચ પ્રોજેક્ટની ટાવર સાઇટ પરથી ₹11 લાખથી વધુની કિંમતના સરસામાનની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ […]

Gujarat

પંચાયત વિભાગે એક સાથે અનેક બદલી-નિયુક્તિના આદેશો જાહેર કર્યા

રાજ્યના ગ્રામીણ વહીવટી તંત્રને વધુ વેગવંત અને સુદ્રઢ બનાવવાના હેતુથી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બુધવારે તાલુકા વિકાસ અધિકારી (TDO) કેડરમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. 8 જુલાઈ, 2026ના રોજ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અલગ-અલગ સત્તાવાર નોટિફિકેશન મુજબ, રાજ્યના અનેક TDOની બદલી કરવામાં આવી છે, જ્યારે વર્ગ-3ના કેટલાક અધિકારીઓને પ્રમોશન […]

Gujarat

વરસાદને કારણે માણસાના એક મકાનનો મોટો હિસ્સો તૂટી પડ્યો: એક ઘાયલ

માણસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે એક તરફ ખેડૂતો અને જીવ સૃષ્ટિમાં આનંદ અને રાહતની લાગણી વ્યાપી છે તો બીજી તરફ કેટલીક જગ્યાએ નુકસાનના અહેવાલો પણ સામે આવી રહ્યા છે રવિવારે માણસા શહેરમાં આવેલા નવા કુવા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જૂના મકાનનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતાં આ ગંભીર દુર્ઘટનામાં મકાનની […]

Gujarat

ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી […]

Gujarat

ચૂંટાયેલી બોડી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરાશે

રાજકોટ જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા આવતીકાલે 9મી જુલાઇએ યોજાશે. ગત એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 36માંથી 34 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ પ્રમુખપદે સંજય પીપળીયા અને ઉપપ્રમુખપદે સામતભાઇ બાંભવા નિયુક્ત થયા હતા. જોકે, દોઢ મહિનાથી સમિતિઓની રચના બાકી હોવાથી સભ્યોમાં કચવાટ હતો, જેનો હવે અઢી મહિને અંત આવશે […]

Gujarat

મહુવા ગ્રામ્યમાં વરસાદે વિરામ લીધો – ચોકવા, કંટાસર સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી

મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. વાવણી લાયક વરસાદ બાદ ખેડૂતોએ આજે વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે મહુવા પંથકના ચોકવા, કંટાસર, ખાઠસુરા, છાપરી અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો વરસાદ બંધ થતાંની સાથે જ ધરતીપુત્રોએ ખેતરોમાં વાવણીયા જોડ્યા હતા અને ખરીફ પાકની વાવણી શરૂ કરી હતી.  

Gujarat

રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક

ભાવનગરમાં આગામી 16 જુલાઈએ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા યોજાનાર છે. આ નિમિત્તે રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ રૂમમાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાવનગરના એસ.પી. નિતેશ પાંડેય, સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલ સહિત એલ.સી.બી., એસ.ઓ.જી અને તમામ પી.આઈ. હાજર રહ્યા હતા. ભાઈચારમાં રથયાત્રા નીકળે તે માટે આહ્વાન બેઠક […]

Gujarat

માણાવદર પુલ પર રેલિંગનું કામ પૂર્ણ, સ્થાનિકોને રાહત

માણાવદરના બાગ દરવાજાથી ગિરિરાજ નગરને જોડતા મુખ્ય પુલ પર લાંબા સમયથી રેલિંગ ન હોવાની સમસ્યાનો અંત આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પુલ પર રેલિંગ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે આ પુલ પર રેલિંગ ન હોવાને કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને […]