જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળના કામનાથ રોડ પર આવેલી ચૂનાભટ્ટી તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકના લોકોમાં ભારે સનસનાટી મચી ગઈ છે. તળાવના પાણીમાં એક લાશ તરતી હોવાની માહિતી વાયુવેગે પ્રસરતા જ આસપાસના સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના […]
India
જામનગરના દસ બ્લેક સ્પોટ બન્યા કાળમુખા, 3 વર્ષમાં 77 અકસ્માતમાં 55 માનવ જીંદગી હોમાઇ
જામનગર શહેર-જિલ્લામાંથી પસાર થતા અમુક હાઇવે વાહનચાલકો માટે મૃત્યુની જાળ સાબિત થઇ રહયા છે.છેલ્લા ત્રણ વર્ષ (2023થી 2025)સુધીના સત્તાવાર આંકડા ભયાવહ વાસ્તવિકતા છતી કરે છે.જિલ્લાના માત્ર દશ બ્લેક સ્પોટ પર છેલ્લા ત્રણ વર્ષમાં 77 ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં 55 લોકો કાળના ખપ્પરમાં હોમાયા છે. સરેરાશ આ દશ પોઇન્ટ પર દર બે માસે ત્રણ માનવ […]
દિલ્હીથી મુંબઇ અને વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટ વડોદરા ડાઇવર્ટ કરતા મુસાફરોને હાલાકી
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોના વ્યવહાર પર પણ મોટી અસર પડી છે. ખાસ કરીને મુંબઈથી વડોદરા તરફ આવતી કેટલીક ટ્રેનો પર પણ અસર પડી રહી છે. તો બીજી તરફ ભારે […]
કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન છતાં સુરસાગર તળાવની દશા બિસ્માર
સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાં આવેલું અને શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સુરસાગર તળાવ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવ્યું છે. તળાવની જાળવણીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવાના વીડિયો સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી […]
વડોદરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર આધેડે દુષ્કર્મ આચર્યું
વડોદરા શહેરમાં સગીરાઓ સામેના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છાણી વિસ્તારમાં 9 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરમાં પ્રવેશેલા 57 વર્ષીય આધેડે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સગીરાના માતા-પિતાએ આરોપીને રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી […]
સુરત જિલ્લામાં 34 રસ્તા બંધ ભારે વરસાદને કારણે પુલો પર પાણી ફરી વળ્યું
સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા પુલો અને કોઝવે પર પાણી ફરી વળ્યું છે. વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના કુલ 34 રસ્તાઓ પર વાહન વ્યવહાર અસ્થાયી ધોરણે બંધ કર્યો છે. આ બંધ કરાયેલા રસ્તાઓમાં પલસાણા તાલુકાના 10 માર્ગોનો સમાવેશ થાય છે. પલસાણા પંચાયત સબ ડિવિઝન હેઠળ બંધ કરાયેલા મુખ્ય રસ્તાઓમાં બલેશ્વર–બગુમરા […]
ગીરના ગૌરવ સમાન ‘જય-વીરુ’ સિંહની જોડીને અનોખી શ્રદ્ધાંજલિ
ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે ‘જય-વીરુ’ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું. જય-વીરુનું આ બેકલાઇટ બોર્ડ પરિમણ નથવાણી તરફથી તેમના હૃદયમાં સવિશેષ સ્થાન ધરાવતા આ સિંહ બેલડીને આપેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ પ્રસંગે […]
આનંદનગરમાં બેંકના નિવૃત કર્મચારી સાથે 11.42 લાખની ઠગાઈ
અમદાવાદના એક નિવૃત બેંક કર્મચારીને APK ફાઇલ મોકલી 11.42 લાખની ઠગાઈ થઈ છે.વૃદ્ધે બેંકના ગ્રુપમાં આવેલી બેંક હેલ્પની લિંક પર ક્લિક કરતા અજાણ્યા શખ્સે વૃદ્ધ સાથે બેંક મેનેજર બનીને વાતચીત કરી હતી અને વૃદ્ધને એપીકે ફાઇલ મોકલી હતી. જે ડાઉનલોડ કરતા વૃદ્ધના ખાતામાંથી એફડી સહિત કુલ 11.42 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જે અંગે વૃદ્ધે […]
જસાધાર-તુલસીશ્યામ રોડ પર ગીરના રાજાની લટાર
ગીર પંથકને અડીને આવેલા ગામોમાં વનરાજોની અવરજવર સતત વધી રહી છે. જસાધાર-તુલસીશ્યામ રોડ પર પણ દિવસ દરમિયાન સિંહ આવી ચડ્યો હતો. રોડ વચ્ચે જ વનરાજ ઊભો રહી જતાં પસાર થતાં વાહનો રોકાઈ ગયા હતા. લોકોએ વનકેસરીને જોવા માટે વાહનો રોકીને સિંહદર્શનની રોમાંચક પળો માણી હતી. તો વરસાદ વચ્ચે ગીરનો રાજા તેની બાદશાહત બતાવતો દેખાતો હતો. […]
જૂનાગઢ જિલ્લા પંચાયતની 9 સમિતિના ચેરમેન જાહેર, પ્રથમવાર વિરોધ પક્ષમાં AAP; માત્ર 12 પાસ બન્યા શિક્ષણ સમિતિના ચેરમેન
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ સમિતિના ચેરમેન પદ માટે ગૂંચવાયેલું રાજકીય કોકડું આખરે આંતરિક ખેંચતાણ બાદ ઉકેલાઈ ગયું છે. જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ભારે ચર્ચા-વિચારણા અને લાંબા મંથનના અંતે કુલ 9 મહત્વની સમિતિના ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં શિક્ષણ, જાહેર બાંધકામ, કારોબારી અને આરોગ્ય જેવી ચાવીરૂપ સમિતિઓનો સમાવેશ […]










