Gujarat

રથયાત્રા પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મેગા કોમ્બિંગ; ૨૦૦થી વધુ શંકાસ્પદોની પૂછપરછ, ૯ ગેરકાયદે હથિયારો સાથે ૫ની ધરપકડ

વર્ષોથી શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગ્ગનાથજીની પવિત્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે. રથયાત્રા પૂર્વે પોલીસે સઘન કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૦૦થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન અગાઉ શારીરિક ગુનાઓમાં […]

Gujarat

નારાયણ સાંઈએ જેલમાંથી બહાર આવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી

સુરતના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા આશારામ બાપુના પુત્ર નારાયણ સાંઈએ વધુ એક વખત વચગાળાના જામીનની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમને તાત્કાલિક રાહત આપીને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અરજદાર પક્ષના વકીલ અમિત ડી. શાહે જણાવ્યું હતું કે, નારાયણ સાંઈ વતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વચગાળાના […]

Gujarat

સુરતના ભેસ્તાનમાં સરસ્વતી અને ભીમનગર આવાસના જર્જરિત મકાનોમાં રહેતા પરિવારો દ્વારા તાપી ભવન ખાતે વિરોધ પ્રદર્શન

શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસના જર્જરિત મકાનોમાં રહેતા પરિવારો દ્વારા એસએમસીની તાપી ભવન કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના રહીશોએ પાલિકા સામે સૂત્રોચ્ચાર કરીને પોતાની વર્ષો જૂની માંગણીઓનો ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે, છેલ્લા ૧૧ વર્ષથી સતત રજૂઆતો […]

Gujarat

માનવ તસ્કરી અને બાળ શોષણના એક અત્યંત ગંભીર મામલામાં પોક્સો ની વિશેષ અદાલતનો ઐતિહાસિક ચુકાદો

બાંગ્લાદેશી સગીરાને વેચનાર અમદાવાદની મહિલાને પોક્સો ની વિશેષ અદાલતે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી શહેરમાં માનવ તસ્કરી અને બાળ શોષણના એક ગંભીર કેસમાં પોક્સો ની વિશેષ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવીને ૧૩ વર્ષની માસૂમ સગીરાને બે વખત વેચવાના ગુનામાં કોર્ટે મુખ્ય આરોપી મહિલાને ૨૦ વર્ષની સખત કેદ અને ?૧ લાખના દંડની […]

Gujarat

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ‘

છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર રૂ. ૮૨ કરોડથી વધુના ખર્ચે તેમજ તાપીની અંબિકા નદી પર રૂ. ૭૯ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક રબર ડેમ નિર્માણાધિન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન‘ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાના ધ્યેય સાથે અનેકવિધ ભગીરથ […]

Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે એર માર્શલ શ્રી પી.વી. શિવાનંદ

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના નવનિયુક્ત એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એ.વી.એસ.એમ., વી.એમ., એર માર્શલ શ્રી પી.વી. શિવાનંદે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન – રીજનલના અધ્યક્ષા શ્રીમતી ફાની શિવાનંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ એર માર્શલશ્રીને આ મહત્વપૂર્ણ પદભાર સંભાળવા બદલ […]

Gujarat

અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત!!!

દામનગર અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, નાવલી નદીમાં ઘોડાપૂર અને સુકનેરા ડેમ ઓવરફ્લો અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જાેવા મળી છે. એકસામટો ૧૦ ઈંચ થી વધુ વરસાદ ખાબકી જતા જિલ્લાના અનેક ગામોમાં તારાજી અને હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં અનારાધાર વરસાદને કારણે ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો માં […]

Gujarat

લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ – જી.એ.એસ. કેડરમાંથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ – આઈ.એ.એસ. કેડરમાં પ્રમોટ થયેલા અધિકારીઓએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ઈશ્વરે આપણને બધાને સમાજ અને પ્રજાની સેવા કરવાનો બહુ મોટો અવસર આપ્યો છે. દરેક […]

Gujarat

અમદાવાદના હાથીજણ-વસ્ત્રાલ રિંગરોડ પર ડમ્પરે મોપેડને ટક્કર મારતા માતા અને તેમના ૩ વર્ષના પુત્રનું મોત

શહેરના હાથીજણ થી વસ્ત્રાલ જવાના રસ્તે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે મોપેડને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ પર સવાર માતા-પુત્ર રસ્તા પર ફંગોળાયા હતા, જેમાં ૩ વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારમાં ભારે આક્રંદ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ અકસ્માત અંગે મળતી […]

Gujarat

જામનગર જિલ્લામાં વરસાદે ફરી પકડ્યું જોર

જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે ફરી જોર પકડતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અડધા ઇંચથી લઈને બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. તાલુકા મથકોમાં જોડિયા તાલુકામાં સૌથી વધુ 23 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુરમાં 20 મી.મી., કાલાવડમાં 13 મી.મી., ધ્રોલમાં 11 મી.મી., […]