કબડ્ડી ખેલાડીઓનું ચાર દિવસનું દ્વિવાર્ષિક મૂલ્યાંકન મંગળવારે નેતાજી સુભાષ પશ્ચિમ પ્રાદેશિક કેન્દ્ર, ગાંધીનગર ખાતે શરૂ થયું. આ ચાર દિવસના ગાળા દરમિયાન અંદાજે ૧૦૦ જેટલા કબડ્ડી ખેલાડીઓનું સંપૂર્ણ અને ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવશે. આ દરમિયાન ખેલાડીઓ બાયોમેકેનિક્સ, ન્યુટ્રિશન (પોષણ), સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ તેમજ સાયકોલોજિકલ સહિતના વિવિધ પરીક્ષણોમાંથી પસાર થશે. મીડિયા સાથે વાત કરતા ગાંધીનગરના હાઈ પરફોર્મન્સ […]
India
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે સર્જી તારાજી!!
ભાવનગરના જેસર પંથકમાં પડેલા મુશળધાર વરસાદને લીધે ૩ મકાનોની દીવાલો ધરાશાયી ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં, ૩ મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ છે. તાતણીયા ગામે બે મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે જ્યારે બીલા ગામે પણ એક મકાન ધરાશાયી થયું છે.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઘરવખરીને […]
પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલનું પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
દેશભરમાં વાર્ષિક ૯૦ કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે આ ટપાલોને પણ બાર કોડ લગાવીને ઓનલાઈન ટ્રેક કરી શકાશે— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ પોસ્ટ વિભાગ મારફતે સાધારણ ટપાલ મોકલ્યા બાદ તે ગંતવ્ય સ્થળે પહોંચી કે નહીં તેની ચિંતા હવે ભૂતકાળ બની જશે. હવે સાધારણ ડાકને પણ ઑનલાઇન ટ્રેક કરી શકાશે. આ માટે સાધારણ ટપાલ […]
દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી ‘જય-વીરુ’ના સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ, શ્રી પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે ‘જય-વીરુ’ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું. જય-વીરુનું આ બેકલાઇટ બોર્ડ શ્રી નથવાણી તરફથી તેમના હૃદયમાં સવિશેષ સ્થાન ધરાવતા આ સિંહ બેલડીને આપેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ […]
ડભોઈ પોલીસે ચાર આરોપીઓને પાસા હેઠળ જેલભેગા કર્યા
વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત ડભોઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સમાજમાં ભય અને અશાંતિ ફેલાવનારા ચાર આરોપીઓને પાસા (PASA) હેઠળ ઝડપી પાડી ભુજ સ્થિત પાલારા ખાસ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ આરોપીઓ શરીર સંબંધિત ગંભીર ગુનાઓ તેમજ સરકારી ફરજમાં રૂકાવટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા. ડભોઈ પોલીસ […]
હરણી કેનાલ રોડ પર બિલ્ડરની સાઇટમાં રૂ.8.37 લાખની ચોરી
વડોદરાના હરણી કેનાલ રોડ પર આવેલી કૃષ્ણા સ્કાયવીલા પ્રોજેક્ટમાં ચોરોએ બિલ્ડરની સાઇટને નિશાન બનાવી રૂ.8.37 લાખના આર.આર.કેબલના કોપર વાયરના 19 બોક્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. બંધ ફ્લેટનો રૂમ તોડી 19 બોક્સ કોપર વાયર તસ્કરો ઉઠાવી ગયા શહેરના વારસિયા […]
વેરાવળમાં બંધ જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી
વેરાવળ શહેરના હાર્દસમા ગણાતા સટ્ટા બજાર વિસ્તારમાં લોહાણા વંડી નજીક આવેલા એક બંધ અને જર્જરિત મકાનની આગળની દિવાલ ગત મોડીરાત્રે અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. દિવાલનો મોટો કાટમાળ સીધો મુખ્ય માર્ગ પર પડતાં બજારને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર તેમજ લોકોની અવરજવર પર અસર પહોંચી હતી. […]
ગીરસોમનાથમાં 30 TRB જવાનને નવા યુનિફોર્મ અપાયા
ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે તાજેતરમાં નિમણૂક પામેલા 30 ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોને નવા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ‘ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ’ના સહયોગથી વેરાવળ ખાતેની નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના હસ્તે યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં 100 TRB જવાનોના મંજૂર […]
બાલાચડી સૈનિક સ્કૂલમાં ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પૂર્ણ
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શૈક્ષણિક સત્ર 2026–27 માટેની ચાર દિવસીય ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કેડેટ્સે રમતગમતની શ્રેષ્ઠતા, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીનું પ્રેરણાદાયી પ્રદર્શન કર્યું હતું. લીગ-કમ-નોકઆઉટ પદ્ધતિથી યોજાયેલી સ્પર્ધામાં શાળાના છ સિનિયર હાઉસોએ ભાગ લીધો હતો. પૂલ–’A’માં ગરુડ હાઉસ, શિવાજી હાઉસ અને સરદાર પટેલ હાઉસ, […]
વડોદરામાં કોર્પોરેશનની વોર્ડ નંબર ૧૦ની ગોત્રી ઓફિસમાં શોર્ટ સર્કિટથી આગનો બનાવ
શહેરમાં ફાયર સેફટીની તકેદારી લેતી વડોદરા મહાનગરપાલિકાની એક વોર્ડ ઓફિસમાં જ આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ બન્યો છે. ગોત્રી વિસ્તારમાં આવેલી મનપા. ની વોર્ડ નંબર ૧૦ ની ઓફિસમાં સોમવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ ધુમાડા નીકળતા ઓફિસનો સ્ટાફ તેમજ કામ માટે આવેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને દોડીને બહાર આવી ગયા હતા. નજીકમાં જ […]










