Gujarat

મહિલા પાસેથી 20 લાખના 31 તોલા સોનાના ઘરેણા લઈ પરત ન આપ્યા

શહેરના ગોંડલ રોડ ઉપર નહેરુનગર શેરી નંબર – 8 માં મોહન તારી માયા મકાનમાં રહેતા મનીષાબેન રામભાઇ રાઠોડે બનેવી અમિત ડાંગર, ભાણેજ પ્રિયંક અને ભાણેજ વહુ નીતાબેન સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ભાણેજે અલગ અલગ સમયે સોનાની બુંટી એક જોડ જે આશરે એક તોલાની, સોનાની માળા બુંટી સાથેનો સેટ જે […]

Gujarat

વડોદરામાં ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા વૃદ્ધને મગરે ફાડી ખાધા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારાગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓરસંગ નદીના કિનારે માછીમારી કરવા ગયેલા એક વૃદ્ધ પર મગરે હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માછીમારી કરતા વૃદ્ધ પર મગરનો હુમલો હાલ ચોમાસાની ઋતુ હોવાથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી […]

Gujarat

GERC વીજ લોકપાલનો મહત્વપૂર્ણ ચૂકાદો

ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે સ્માર્ટ મીટરને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચૂકાદામાં લોકપાલે સ્પષ્ટ કર્યું છે કે, વીજ વિતરણ કંપનીઓ લાગુ કાયદા અને નિયમો અનુસાર ગ્રાહકોના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર સ્થાપિત કરી શકે છે અને તેના માટે ગ્રાહકની પૂર્વ સંમતિ લેવી ફરજિયાત નથી. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને જૂનું મીટર ફરીથી લગાવવાની […]

Gujarat

વારસિયામાં ચાલી રહેલી ગેંગવોર રેસકોર્સ સુધી પહોંચી

વડોદરાના વારસિયામાં ચાલી રહેલી ગેંગવોર શહેરના રેસકોર્સ સુધી પહોંચી ગઈ છે. અલ્પુ સિંધી ગેંગ સાથે સંકળાયેલા એક વેપારી પર હરિ સિંધી અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે આ મામલે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મિત્ર સાથે નાસ્તો કરવા ગયો હતો વડોદરા શહેરમાં બ્રેડનો વ્યવસાય કરતા […]

Gujarat

DRDO-ISRO માટે વિદ્યાર્થીઓ તૈયાર કરતી પોલિટેકનિકમાં સ્ટાફની અછત

રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો અંત લાવવા માટેની માંગ ઉઠી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે રજૂઆત કરી છે. તેમજ અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા અને તમામ સરકારી પોલિટેકનિકમાં નિયમિત આચાર્યની નિમણૂક કરવા પણ માંગ કરવામાં આવી છે. અનેક વખત રજૂઆત […]

Gujarat

સુરત જિલ્લા SOGએ કુખ્યાત વાહનચોરને ઝડપ્યો

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહનચોરીના વધતા બનાવોને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે પલસાણા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલી ઓટો રિક્ષાનો ભેદ ઉકેલી એક કુખ્યાત વાહનચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. SOG શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આંબોલી ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ હાઈવે […]

Gujarat

હાલોલના અમરાપુરી કોતરમાંથી ₹1.54 લાખનો દારૂ ઝડપાયો

પંચમહાલના હાલોલ ગ્રામ્ય પોલીસે અમરાપુરી ગામના સીમ વિસ્તારમાં આવેલા એક કોતરમાંથી ₹1,54,068ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજા અને સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. જે.ડી. તરાલ સહિતની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી […]

Gujarat

ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પર્યાવરણવિદોનું મહાસંમેલન

​નવાનગર નેચર ક્લબ, જામનગર દ્વારા ગુજરાતની અમૂલ્ય પ્રાકૃતિક ધરોહર એવા ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ તેમજ રાજ્યના જંગલો, વન્યજીવો અને પર્યાવરણના હિત સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને “ગીર રક્ષિત વિસ્તારો અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન–2026” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાના સંમેલનમાં ગુજરાતભરના પ્રકૃતિ મંડળો, પર્યાવરણ સંસ્થાઓ, વન્યજીવ નિષ્ણાતો, પર્યાવરણવિદો, સંશોધકો, પ્રકૃતિપ્રેમીઓ અને […]

Gujarat

જામનગરમાં ધો.12ના પરિણામથી નિરાશ વિદ્યાર્થી ઘર છોડ્યું

જામનગરમાં ધોરણ 12ના પરિણામથી નિરાશ થઈને ઘર છોડી દેનાર એક વિદ્યાર્થીને બેડી મરીન પોલીસે આખી રાતની શોધખોળ બાદ શોધી કાઢ્યો હતો. પોલીસે વિદ્યાર્થીને હેમખેમ પરિવારને સોંપી દેતાં પોલીસ મથકે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પટેલ કોલોની, શેરી નંબર-૫ વિસ્તારમાં રહેતા આ વિદ્યાર્થીએ ગયા વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં તેને અપેક્ષા મુજબના ગુણ ન […]

Gujarat

જોગવડ સ્મશાનમાંથી 45 હજારની લોખંડની ખાટલી ચોરાઈ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના સ્મશાનમાંથી અંદાજે 45 હજાર રૂપિયાની કિંમતની લોખંડની ખાટલી ચોરાઈ ગઈ છે. અજાણ્યા તસ્કરો આશરે 1,000 કિલો વજનની ખાટલી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે હેમતસિંહ દેવુભા કેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં […]