Gujarat

લાયન્સ કલબ જામનગર વેસ્ટના નવા હોદ્દેદારોએ શપથ લીધા

જામનગર: લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232-J હેઠળ કાર્યરત લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ કલબ છેલ્લા 42 વર્ષથી સેવાકીય કાર્યો કરી રહી છે. આ સમારોહમાં પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધીરુભાઈ રાણપરિયાએ નવા સદસ્યોને શપથ લેવડાવ્યા હતા. વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયકીશન દેવાણીએ પ્રમુખ વૈશાલી ઉદાણી અને સેક્રેટરી […]

Gujarat

જામનગર શહેરમાં જર્જરિત ગીતા લોજ બિલ્ડીંગને જમીનદોસ્ત કરાયું, મેગા ડીમોલીશન

જામનગર શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ઐતિહાસિક અને વર્ષો જૂની ગીતા લોજ બિલ્ડીંગ આખરે ઈતિહાસના પાનાઓમાં સમેટાઈ ગઈ છે. છેલ્લા વર્ષોથી આ ઈમારત સાવ જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ચૂકી હતી. બિલ્ડીંગ એટલી હદે જોખમી બની ગઈ હતી કે સમયાંતરે તેના ધાબા અને દીવાલોમાંથી સિમેન્ટના પોપડા ખરી પડતા હતા, જેને પગલે અહીંથી પસાર થતા […]

Gujarat

7 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી વડોદરા-દાહોદ મેમુ નહીં દોડે

પૂર્વ તટીય રેલવેના પુરી ખાતે આગામી 7 જુલાઈ, 2026થી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા તથા વધારાના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન તરફથી માંગણી મુજબ એક મેમુ રેક મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેનની […]

Gujarat

ગાંધીનગર-એરપોર્ટ રોડ પરના મહત્વપૂર્ણ નવીન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ

કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતરણનું ખાતમૂર્હત રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજનું માર્ગ-મકાન વિભાગ અને ઔડાની સહભાગીતાથી નિર્માણ પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જાેડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરનો નવિન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવાર તા.૦૫/૦૭/૨૦૨૬થી વાહન વ્યવહાર […]

Gujarat

સુરેન્દ્રનગરમાં મેઘો મહેરબાન; ધોળીધજા ડેમ ૯૦% ભરાયો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ

જિલ્લામાં છેલ્લા ૨ દિવસથી મેઘો મહેરબાન થયો છે, લીંબડી અને સાયલામાં ૫ ઇંચ, જ્યારે લખતર, ચોટીલા અને ચુડામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. વઢવાણ, મૂળી, થાનગઢ, ધ્રાંગધ્રા અને દસાડામાં પણ ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. એક તરફ વરસાદી પાણીની આવક અને બીજી તરફ નર્મદાની કેનાલો શરૂ કરી […]

Gujarat

અમદાવાદમાં આગામી ૧૬ જુલાઈએ નીકળનારી ૧૪૯મી જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓ પૂરજાેશમાં

ભગવાન જગન્નાથજીના ગુલાબી રંગના વાઘા તૈયાર, હીરા જડિત ૭ ચોગાવાળી પાઘડી રથયાત્રામાં મુખ્ય આકર્ષણ જમાવશે આવનારી ૧૬ જુલાઈ એટલે કે અષાઢી બીજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા મંદિર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે નગરજનોને દર્શન આપવા જગતના નાથના શણગાર અને વાઘા સંપૂર્ણ તૈયાર કરી દેવાયા છે. […]

Gujarat

ગીર સોમનાથ: ઉના પંથકમાં ૭ ઇંચ વરસાદથી તબાહી

ગાંગડાના એક ખેતરમાં ૧૦થી વધુ ભેંસોનાં મોત નીપજતા પશુપાલકની ચિંતામાં અતિશય વધારો જીલ્લાના ઉના પંથકમાં શનિવાર રાત્રે ૭ ઇંચ વરસાદે ભારે તબાહી સર્જી છે. મચ્છુન્દ્રી, માલણ અને રાવલ નદીઓમાં ઘોડાપૂર આવતા ગાંગડા અને સનખડા ગામોનાં ૨૦૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયાં છે. પૂરમાં ૧૦થી વધુ ભેંસોનાં મોત થયાં છે અને અનેક વીજ થાંભલા ધરાશાયી થતાં […]

Gujarat

દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાનું ૮૨ વર્ષની વયે નિધન

આદિવાસી સમાજના અગ્રણી નેતા તથા પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાનું ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તેઓ પાવી જેતપુર અને છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ ૧૦ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે […]

Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘો મુસળધાર: અંકલેશ્વર-હાંસોટને જાેડતો મુખ્ય હાઈવે બંધ, તાપી, નવસારી, માંગરોળમાં જનજીવન ખોરવાયું

ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિને પગલે ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ ધોવાઈ જવા અથવા પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સલામતીના ભાગ રૂપે બંધ કરવાની ફરજ પડી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટને જાેડતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદની સીધી અસર જાેવા મળી છે. રવિવારે […]

Gujarat

આણંદ પેરોલ ફર્લો સ્કોડે ઓનલાઈન ટિકિટ કૌભાંડમાં 3ને દબોચ્યા

આણંદ પોલીસે સાયબર ક્રાઇમ કેસમાં ચાર વર્ષથી ફરાર દાહોદના કોંગ્રેસ કોર્પોરેટર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આણંદ પોલીસની પેરોલ-ફર્લો સ્કોડની ટીમે દાહોદથી આ સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં દાહોદ નગરપાલિકાના વર્તમાન કોંગ્રેસ કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે. આ ગુનો વર્ષ 2022માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આરોપીઓએ GSRTC ગોધરા વિભાગમાં બુકિંગ એજન્ટ તરીકે […]