સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌમાંસના ગુનામાં છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતા રીઢા આરોપી રઈશ ઉર્ફે ભુખડ મતીન શેખને સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ડીંડોલી ઈકલેરા રોડ પર આવેલી અલમદીન સોસાયટીના નાકેથી ઝડપી પાડ્યો છે. 50 વર્ષીય રઈશ ખાટકી વર્ષોથી આ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલો છે અને તેની ધરપકડથી ગૌમાંસની તસ્કરી કરતા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. […]
India
રાજકોટમાં પુત્રનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયેલા પિતાનું હિરાસર એરપોર્ટ પાસે આઈસરની અડફેટે મોત
મૂળ આસામનો વતની અને હાલ હીરાસર એરપોર્ટ પાસે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં ઓરડીમાં પરિવાર સાથે રહેતો દિપક ભાબીન સોનોવાલ (ઉ.વ.45) અને મિત્ર રવિ ગિરધરભાઈ રંગતા (ઉ.વ.26) ગત તા.7ના રોજ બાઈક લઈને કુવાડવા ગામે જતા હતા ત્યારે હિરાસર એરપોર્ટ પાસે પુરપાટ ઝડપે આવતા આઈસરે બાઇકને અડફેટે લેતા બંનેને ઈજા પહોંચતા 108 મારફત રાજકોટ સિવિલ […]
રામદેવ ડાંગરે સાગરીતને આપેલ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા અલગ ગુનો નોંધાયો
રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત શનિવારના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે સાગરીતો પાસેથી મળી આવતા રિમાન્ડ દરમિયાન તેના પાસેથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તેને કબ્જે કરી કુલદિપસિંહ જાડેજા વિરુધ્ધ અલગથી ગુનો નોંધી એ હથિયારના સપ્લાયર તરીકે રામદેવ ડાંગરનું નામ […]
ગિરનારી ઉદાસીન આશ્રમમાં રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ
ગિરનારી ઉદાસીન આશ્રમ ખાતે 12 થી 21 મે, 2026 દરમિયાન શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. પાલીતાણાના આદપુર રોડ પર આવેલા આ આશ્રમમાં મહંત જયદેવ શરણ મહારાજ દ્વારા રામકથાનું રસપાન કરાવવામાં આવશે. આદપુર રોડ પર શેત્રુંજય ગિરિરાજની ગોદમાં આવેલો આ આશ્રમ સંત ચેતનદાસ બાપુની પવિત્ર જગ્યા છે. અહીં વર્ષોથી ચેતનદાસ બાપુના કૃપાપાત્ર […]
યુવક પર છરીથી હુમલો કરનાર 3ની ધરપકડ – પોલીસે આરોપીઓનું કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
ભાવનગર: શહેરના ફુલસર વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ઝૂમી રહેલા યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે રિ-કન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. શું હતી સમગ્ર […]
SBIમાં 1.35 કરોડના લોન કૌભાંડમાં વધુ ચાર શખ્સો ઝડપાયા
ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી રૂા. 1.35 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કડક કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં અગાઉ ધરપકડ કરાયેલી ચાર મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા નિલમબાગ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. શું છે સમગ્ર […]
મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી દારુ ઝડપાયો: 8 પાર્સલમાંથી 432 દારૂની બોટલ મળી આવી
ભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા 8 પાર્સલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 63 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ બસના બે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં દારૂનો જથ્થો મુંબઈ કાશમીરા ખાતેથી ઇનોવા કાર મારફતે મોકલાયો હોવાનું અને જાફરાબાદના ટીંબી […]
પાલનપુર પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી 19 મે, 2026ના રોજ
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 19 મે, 2026ના રોજ બપોરે 12 વાગ્યે નગરપાલિકા કચેરી ખાતે યોજાશે. આ ચૂંટણી પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે હાથ ધરવામાં આવશે.આ ચૂંટણી પ્રક્રિયા પાલનપુરના નાયબ કલેકટર અને અધ્યાશી અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-32 મુજબ ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ફક્ત પ્રમુખ અને […]
ચાંચકવડમાં પિતા સહિત 3 બાળકોને ફૂડ પોઈઝનિંગ: ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ
ઉના તાલુકાના ચાંચકવડ ગામમાં એક પરિવારના પિતા સહિત ત્રણ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાત્રિના સમયે નોનવેજ ખાધા બાદ તેમની તબિયત લથડતાં સવારે તેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંચકવડ ગામના અરવિંદભાઈ પરમાર અને તેમના બાળકો – પાયલ (ઉંમર 11), વિશાલી (ઉંમર 12) અને જીગર (ઉંમર 13) – […]
તાંત્રિક વિધિના નામે રૂ. 76.66 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો
વેરાવળ સીટી પોલીસે તાંત્રિક વિધિના બહાને રૂ. 76.66 લાખની છેતરપિંડીના મુખ્ય આરોપી આરીફ ગફાર ઉર્ફે ભૂરો વરિયાળીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ વધુ ઊંડી તપાસમાં જોતરાઈ છે. વેરાવળના ભીડિયા વિસ્તારમાં રહેતી એક માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જાન્યુઆરી […]










