જામનગરના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે વર્ષ 2023માં બનેલી યુવતીની હત્યાના ચકચારી કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી ભાવેશ રણછોડભાઈ સોનગરાને કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂપિયા 15,000નો દંડ ફટકાર્યો છે. બનાવની વિગત મુજબ, ફરિયાદી મનસુખભાઈ કણજારીયાની પુત્રી અને આરોપી ભાવેશ સોનગરા એક જ કારખાનામાં કામ કરતા હોવાથી […]
India
જામનગરમાં બે IAS અધિકારીઓની બદલી
રાજ્ય સરકારે આજે 72 IAS અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે, જેમાં જામનગર જિલ્લાના બે ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની બદલી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને દીપેશ કેડિયાને જામનગર મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં […]
જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ
પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા તણાવને પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. આ હેતુથી જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સલામતી જાળવવાનો અને અનિચ્છનીય ઘટનાઓને અટકાવવાનો છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, કોઈ ઘટના બન્યા […]
જામનગરમાં 6 અતિ જર્જરિત ઇમારતો
જામનગર મહાનગરપાલિકાએ શહેરની છ અતિ જર્જરિત ઇમારતોને તાત્કાલિક તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. ચોમાસા પૂર્વે સંભવિત અકસ્માતો ટાળવા અને જાનહાનિ રોકવા માટે તંત્ર સક્રિય બન્યું છે. મનપા દ્વારા આ ઇમારતોના ડિમોલિશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી જાહેર સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહી છે. મનપાના સર્વે બાદ […]
રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી ધરફોડ ચોરીમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી ધરફોડ ચોરીમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓમાં ધરફોડ ચોરી લુંટ તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી જેવા ગુન્હાઓ બનતા હોય જે ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા માટે અવાર-નવાર સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા […]
ચાણસ્મામાં પ્રેમ સંબંધની અદાવતમાં પરિવાર પર હુમલો
પાટણ જિલ્લાના ચાણસ્મામાં અગાઉના પ્રેમ સંબંધની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક જ પરિવારના સભ્યો પર લાકડી અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ચાણસ્માના ઇન્દિરાનગરમાં રહેતા બળદેવભાઈ જેણાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી સાથે આરોપી […]
ગીર ગઢડાની પ્રાકૃતિક કેરીનું સીધું વેચાણ, ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને શુદ્ધ તેમજ આરોગ્યપ્રદ ફળ ઉપલબ્ધ
પાટણ શહેરના નાગરિકો માટે ખેડૂત તાલીમ કેન્દ્ર, પાટણ ખાતે “કેસર કેરી મહોત્સવ”નો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ગીર ગઢડાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર કરાયેલી ગુણવત્તાસભર કેસર કેરીઓનું સીધું વેચાણ કરવામાં આવશે. આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે અહીં વેચાતી કેરીઓને કોઈપણ પ્રકારના કાર્બાઈડ કે હાનિકારક રસાયણોથી પકવવામાં આવી નથી. કેરીઓને પરંપરાગત અને […]
ઉત્તર ગુજરાતની 50 ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનોની 10 હજાર બેઠકો રદ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2026 -27 માટે લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણય લેવાયો છે. જેમાં ઉત્તર ગુજરાતની અંદાજે 50 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ (SF) ડિવિઝનોની અંદાજે 10 હજાર જેટલી બેઠકો રદ કરી દેવામાં આવી છે. ગ્રાન્ટેડ કોલેજો હવે માત્ર સરકાર દ્વારા મંજૂર કરેલી બેઠકો ઉપર જ પ્રવેશ […]
રાધનપુર હાઇવે પર ટ્રકની ટક્કર, વૃદ્ધનું મોત
રાધનપુર હાઈવે પર સોમવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે 65 વર્ષીય વૃદ્ધને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટર નજીક સોમવારે સાંજે આશરે 6:00 વાગ્યાના […]
સિધ્ધપુરના નાગવાસણ ગામે 45,000ના દાગીનાની ચોરી
સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે એક મજૂર પરિવારના ભાડાના મકાનમાં ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ ઘરની જાળી તોડી પ્રવેશ કરી 45,000 રૂપિયાની કિંમતના સોનાની વિંટી અને ચાંદીના શેરાની ચોરી કરી હતી. આ મામલે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરીની આ ઘટના નાગવાસણ ગામે બની હતી. ગામમાં રહેતા જસવંતભાઇ હરીભાઇ બારોટે અજાણ્યા […]










