Gujarat

ગ્રામ પંચાયતોની ચુંટણીની તંત્ર દ્રારા તડામાર તૈયારી રાણપુર તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૩૪૦ કર્મચારીઓ ફરજ બજાવશે..

મોડલ સ્કુલ ખાતે મામલતદાર આર.આર.કપુર તથા નાયબ મામલતદાર બી.પી.રાણાની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ
આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર છે જેની તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કિનારા ત્રણ રસ્તે આવેલ મોડલ સ્કુલ ખાતે રાણપુર તાલુકા ની ૨૭ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અંગે તથા તમામ સ્ટાફના ચૂંટણીમાં ફરજ નિભાવનાર તમામ વિભાગના કર્મચારીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં ચૂંટણી કામગીરી અંગે જરૂરી સુચના આપવામાં આવી હતી જેમાં રાણપુર તાલુકામાં ૨૭ ગામોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં ૮૫ પ્રિસાઈડીંગ અધિકારી,૮૫ પોલીંગ અધિકારી,૮૫ મહિલા પોલીંગ અધિકારી,૮૫ આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ અધિકારી મળી કુલ ૩૪૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ ચૂંટણી ની કામગીરીમાં ફરજ બજાવશે.રાણપુરના કીનારા ત્રણ રસ્તે આવેલ મોડલ સ્કૂલ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી. રાણપુર મામલતદાર આર.આર કપૂર તેમજ નાયબ મામલતદાર બી.પી.રાણા સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઇ હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *