Delhi

કેન્દ્ર સરકારે અત્યાર સુધી પેગાસુસ મુદ્દે જુઠું બોલી રહી છે ઃ વિપક્ષનો આક્ષેપ

નવીદિલ્હી
ગયા વર્ષે જુલાઈમાં, ઁીખ્તટ્ઠજેજનો મુદ્દો ત્યારે સળગ્યો હતો જ્યારે એક મીડિયા હાઉસે પત્રકારો, રાજકારણીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સામાજિક કાર્યકરોના કોલ રેકોર્ડ કર્યા હોવાનો દાવો કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે ઁીખ્તટ્ઠજેજ દ્વારા ૩૦૦ ફોન નંબર ટેપ કર્યા હતા. જેમના કોલ રેકોર્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તેમાં રાહુલ ગાંધી અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના નામ પણ સામેલ હતા. હવે ફરી એકવાર પેગાસસનો મામલો ગરમાયો છે ત્યારે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ વિપક્ષના નિશાના પર આવી ગયા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અશ્વિની વૈષ્ણવ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની માગ કરી છે. અધીર રંજન ચૌધરીએ અશ્વિની વૈષ્ણવ પર સદનને ગેરમાર્ગે દોરવાનો અને જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે સરકાર હંમેશા સદનમાં કહેતી રહી છે કે તેને ઁીખ્તટ્ઠજેજ સાથે કોઈ લેવાદેવા નથી અને તેણે દ્ગર્જીં પાસેથી સોફ્ટવેર ખરીદ્યું નથી. પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સના ખુલાસાઓ સૂચવે છે કે સરકારે સદનને ગેરમાર્ગે દોર્યું અને જનતા સામે ખોટું બોલી.ભારતીય રાજકારણમાં, ઇઝરાયેલના સોફ્ટવેર ઁીખ્તટ્ઠજેજથી કથિત જાસૂસીનો મામલો ફરી એકવાર ગરમાયો છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતે ૨૦૧૭માં ડિફેન્સ ડીલમાં ઇઝરાયેલ પાસેથી ઁીખ્તટ્ઠજેજ ખરીદ્યું હતું. આ ડીલ ૨ અબજ ડોલર (૧૫ હજાર કરોડ રૂપિયા)માં થઈ હતી. ઁીખ્તટ્ઠજેજ ઇઝરાયેલની કંપની દ્ગર્જીં એ બનાવ્યું છે. આ ડિફેન્સ ડીલ હેઠળ ભારતે ઇઝરાયેલ પાસેથી હથિયારો ખરીદ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ભારતે પણ ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસને આ જ ૨ અબજ ડોલર ડીલ સાથે ખરીદ્યું હતું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ મોદી સરકારને ઘેરી અને દેશદ્રોહનો આરોપ લગાવ્યો. રાહુલે ટ્‌વીટ કરીને લખ્યું, ‘મોદી સરકારે આપણા લોકતંત્રની પ્રાથમિક સંસ્થાઓ, રાજ્યના નેતાઓ અને જનતાની જાસૂસી કરવા માટે પેગાસસને ખરીદ્યું. ફોન ટેપ કરીને શાસક પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયતંત્ર તમામને નિશાન બનાવ્યા છે. આ દેશદ્રોહ છે. મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે.’

Pegasus-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *