Gujarat

કેશોદમાં જલારામ મંદિરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો         

કેશોદમાં જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દિપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો  કેમ્પમાં 70 દર્દીઓએ લાભ લીધો હતો જેમા 25 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા કેશોદ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલ નિદાન કેમ્પ 276 મો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા અત્યાર સુધીમાં 15888 દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા આ કેમ્પ સાથે દીપેન ભાઈ અટારા કેશોદ સરકારી હોસ્પીટલના સૌજન્યથી નિઃશુલ્ક ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્થ આઇડી વિતરણ કરવામાં આવ્યું હતું અને વૈધ ઉમેશભાઈ ભટ્ટ દ્વારા કમર સાયટીકા ગોઠણનો દુખાવો ધસારો સાંધા-સ્નાયુના દુખાવાની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી આ કેમ્પમાં ભોજન દાતા તરીકે વેજાભાઈ પિઠીયા તરફથી દર્દીઓને ભોજન આપવામાં આવ્યું હતું
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ

IMG-20220904-WA0181.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *