Gujarat

ગાંધી નિર્વાણ દિન નિમિત્તે બસ એક અંજલી એ મહાપુરુષને હ્રદયનયનથી.!!  આ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આજે ગાંધી મૂલ્યો અને આદર્શોનું જતન કરી જીવનપર્યંત ગાંધીવાદી વિચારને શબ્દશઃ જીવનમાં ગળથૂંથીની જેમ જીવનમાં ઉતારનારાં આપણાં સાવરકુંડલા તાલુકાના આભૂષણ સમા સ્વ. લલ્લુભાઈ શેઠને પણ તેની પૂણ્યતિથી નિમિત્તે શત શત વંદન

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે બસ એક અંજલી એ મહાપુરુષને હ્રદયનયનથી.!!  આ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આજે ગાંધી મૂલ્યો અને આદર્શોનું જતન કરી જીવનપર્યંત ગાંધીવાદી વિચારને શબ્દશઃ જીવનમાં ગળથૂંથીની જેમ જીવનમાં ઉતારનારાં આપણાં સાવરકુંડલા તાલુકાના આભૂષણ સમા સ્વ. લલ્લુભાઈ શેઠને પણ તેની પૂણ્યતિથી નિમિત્તે શત શત વંદન..હાલની વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન કરતાં તમામ જાહેર સમૂહ કાર્યક્રમો લલ્લુભાઈ શેઠ પ્રેરિત સંસ્થાઓ દ્વારા બંધ રાખીને લોકોને મનથી તેનાં જીવન મૂલ્યો અને આદર્શોનું ઘરે જ મનન કરી  જીવનમાં ઉતારવા પણ આગ્રહ..
———————————————————————
આ ગાંધી નિર્વાણ દિન અને ગાંધી મૂલ્યોને જીવનમાં તાણાંવાણાંની જેમ હ્રદયનાં ઊંડાણ સુધી ઉતારનારાં સાવરકુંડલા તાલુકાના સમાજસેવા એ જ લક્ષ એવાં સ્વ. લલ્લુભાઈ શેઠની પણ આજે ૩૦ મી પુણ્યતિથિ છે. આમ તો સાવરકુંડલા શહેરમાં જ્યાં પણ આપણી દ્રષ્ટિ પહોંચે ત્યાં ત્યાં એમના દ્વારા નિર્મિત શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ એ જ સાધના છે એવાં મહામંત્ર આજે પણ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુંજતો જોવા જોવા મળે છે. આજના ખાનગીકરણના યુગમાં આ તમામ શૈક્ષણિક સંસ્થાઓ હાલ તો પૂરી ક્ષમતાથી ઝઝૂમી પણ રહી છે. હા, ખાદીને જીવનમાં વણી લેનાર શેઠ બાપાએ એક વિશાળ ખાદી કાર્યાલયનું માળખું તૈયાર કરી અને આત્મનિર્ભર, સ્વદેશી અને સ્વનિર્ભર વ્યવસાય આ  દુનિયાના છેવાડાના શોષિત પીડિત લોકો ખાતર કે જેઓ આત્મસન્માન સાથે સ્યંમ જીવન નિર્વાહ કરી શકે તે ઉદ્દેશથી ખાદી, ચરખો, કાંતણ, જેવાં ગાંધી મૂલ્યોનાં વ્યવસાય સાથે લોકોને જોડીને, સાદગી, સેવા, સદભાવના અને પ્રાર્થનાનાં ગુણો લોકોમાં  ખિલવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેતાં હતાં. આ પુણ્યતિથિ નિમિત્તે સાબરમતીનાં સંત મહાત્મા ગાંધી – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લલ્લુભાઈ શેઠ આ બંને વિભૂતિઓને શત શત નમન સહ હાર્દિક શ્રદ્ધાંજલિ..

Screenshot_20220130-130719_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *