સાગર નિર્મળ
જૂનાગઢ
સ્વચ્છતા સૈનિક તથા સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
વિશ્વમાં માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઐતીહાસીક અને સાંસ્કૃતિક સ્થળોનાં સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી તા. ૧૮ એપ્રિલને “વિશ્વ ધરોહર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા આજ તા.૧૮ એપ્રિલ ૨૦૨૨ નાં રોજ “વિશ્વ ધરોહર દિવસ” ઉજવણી નિમિતે શહેરની મહાનુભાવોની પ્રતિમાઓ, જાહેરસ્થાનો, પર્યટકો અને પુરાતન સ્થાનો, મુખ્ય માર્ગોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ ખાસ ૧૫ સ્વચ્છતા સૈનિકો(નાગરિક) તેમજ દરેક વોર્ડ દિઠ એક સફાઈ કર્મચારીનું સન્માન કાર્યક્રમ મેયર ગીતાબહેન પરમાર, શાસકપક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા, સેનિટેશન સમિતિના ચેરમેન બ્રીજેશાબહેન ધુંધલ, શાસકપક્ષનાં દંડક અરવિંદભાઈ ભલાણી, આસીસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા, સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયા તેમજ અગ્રણી મોહનભાઈ પરમારના વરદ હસ્તે સન્માન કાર્યક્રમ યોજવમાં આવ્યો.
આ તકે જુનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ગીતાબહેન પરમાર દ્વારા જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકાને સહયોગ આપવા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવેલ તથા જુનાગઢ મહાનગરપાલિકાનાં શાસકપક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા દ્વારા જણાવ્યું હતું કે આપણું શહેર જુનાગઢને સ્વચ્છ રાખવું તે મહાનગરપાલિકા તેમજ શહેરના દરેક વ્યક્તિની સહિયારી જવાબદારી હોય ત્યારે શહેરીજનો પણ સાથ સહકાર આપે તે માટે અપીલ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાનાં સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયા દ્વારા ઉપસ્થિત તમામ સભ્યો અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું સ્વાગત કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિશનરશ્રી રાજેશ તન્ના દ્વારા મળેલ માર્ગદર્શન હેઠળ શ્રી એમ.કે.નંદાણીયા, કલ્પેશ ટોલિયા, તેમજ વિશાલ પંડ્યા અને રાજેશ ત્રિવેદી જહેમત ઉઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન અને ઉપસ્થિત મહેમાનોની આભાર વિધિ જુનાગઢ મહાનગરપાલિકાનાં સેનિટેશન શાખાનાં રાજેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.


