Gujarat

જેતપુરમાં જુગાર રમતા નવ પરપ્રાંતીય મજુર પત્તાંટિચતા ઝડપાયા

૧૯૧૨૦ ની રોકડ કબ્જે કરતી પોલીસ
 જેતપુરમાં સામાકાઠાં વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા પરપ્રાંતીય નવ શખ્સોને રૂા .૧૯૧૨૦ ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .
પોલીસ ચોપડે નોંધાયેલા ગુના મુજબ જેતપુરમાં સામાકાઠા વિસ્તારમાં કારખાના નજીક જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર જેતપુર સીટી પોલીસે દરોડો પાડી પતો ટીચતાં દેવા વઇદોભાઇ બામણીયા , દિનેશ અરજણભાઇ સોલંકી , કાન્હા જોગેન્દ્રભાઇ જા , રાધાકાન્તી નિત્યાનંદ બિસોય , મનોજ સંકઠા ચૌધરી , મધુસોદન મકોબાન સ્વૈન , કરા રૂષિ ગૌવા , જીતેન્દ્ર સંતોષ અને વિરેન્દ્રરામજનમ પાસવાનને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા .૧૯૧૨૦ ની રોકડ કબ્જે તમામ આરોપીને દબોચી જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી કરી હેડ કોન્સ . એચ.આઇ બેલીમે તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *