બોડેલીમાં ૪૪ ડિગ્રી તાપમાન અસહ્ય ગરમીના કારણે ચામાચીડિયા ના મોત
બોડેલી સહિત જિલ્લામાં દિવસેને દિવસે તાપમાનનો પારો સતત વધી રહ્યો જોવા મળી રહ્યો છે ગઈકાલે ૪૪ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું જનજીવન પ્રભાવિત થયું હતું અબોલા પશુઓ પર પણ તેની સીધી અસર પડી હતી ત્યારે બોડેલી કબ્રસ્તાન પાસે ઓરસંગ નદીના કિનારે અસંખ્ય ચામાચીડિયા ના મોત નિપજયા હતા કાળ ઝાડ ગરમીને લઇને મનુષ્ય તો ખરા પણ પશુઓ પર પણ તેની ખૂબ અસર પડી રહી છે જેને લઇને બોડેલી કબ્રસ્તાન નજીક અનેક ચામાચીડિયા ના મોત નિપજયા હતા ઝાડ પરથી અસંખ્ય ચામાચીડિયા ટપોટપ નીચે પડ્યા હતા અને તેમના મોત નિપજ્યા હતા અસહ્ય ગરમીને કારણે તાપમાનનો પારો સતત વધી રહ્યું છે તેના કારણે ચામાચીડિયા ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ગરમી વધવાની શક્યતા સેવાઇ રહી છે તાપમાનનો પારો હજુ પણ વધી શકે છે જેને લઇને હવામાન વિભાગ તરફથી કામ વગર લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે અસહ્ય ગરમીથી જનજીવન નહિ પણ અબોલ પશુઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


