Gujarat

બ્રાહ્મણી-૨ ડેમ ૧૦૦ ટકા ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

મોરબી
હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-૨ ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના ૭૦થી વધારે ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવાં નીર આવ્યાં છે. ત્યારે આશ્ચર્યની વાત છે કે ભર ચોમાસે બ્રાહ્મણી-૨ ડેમને વરસાદી પાણીથી નહીં પરંતુ નર્મદાના નીરથી છલોછલ ભરાયો છે. જેને પગલે ડેમનો એક દરવાજાે અડધો ફુટ ખોલવામા આવ્યો છે. આ ડેમની સપાટી ૧૨.૬૦ ફુટ છે, આ સપાટી સુધી પાણી છલોછલ ભરાઈ જતાં નીચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં સુસવાવ, ટિકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ સહિતના ગામના લોકોને નદીના પટમાં નહીં આવવા તથા માલ-મિલકત-ઢોરને સલામત સ્થળે ખસેડવા માટે ડેમના સેક્શન ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *