ભરૂચ
પ્રવિણસિંહ ફતેસિંહ રણા હાલ વાગરા તાલુકાના લખીગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તારીખ પહેલી જૂનના રોજ જીમ્ૈં બેન્કનું એટીએમ કાર્ડ લઇ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ સ્થિત બેન્કના એટીએમમાં પિન નંબર જનરેટ કરવા ગયા હતા. તે દરમિયાન ઓટીપી નહિં આવતા તેઓ ત્યાંથી નીકળી ઘરે આવી ગયા હતા. ઘરે આવ્યા બાદ તેમના મોબાઈલ ફોન ઉપર મેસેજ આવતા પ્રથમ ૯ હજાર ૫૦૦ અને ત્યાર બાદ વૈભવ જવેલર્સમાંથી ખરીદી કરી હોવાનું માલુમ પડતા તેઓ જવેલર્સની દુકાને દોડી ગયા હતા, જ્યાં તેઓએ તપાસ કરતા એક ઈસમે સોનાના સિક્કાની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ગઠીયાએ સોનાની ખરીદી બાદ ૧.૦૫ લાખ પણ ઉપાડ્યા હતાં. ત્યારબાદ પ્રવિણસિંહ રાણાએ ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા લખીગામના તલાટી કમ મંત્રીનું એટીએમ કાર્ડ બદલી ગઠિયાએ સોનાની ખરીદી કરી ૧.૦૫ લાખથી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
