પ્રથમ લિનેશભાઈ સોમૈયા દ્વારા ઉપસ્થિત આગેવાનો ને આવકારમા આવ્યા હતા. માંગરોળ ખાતે ડી વાય એસ પી પુરોહીત સાહેબે બે વર્ષ ફરજ બજાવી લોકોના દિલ જીતી પોલિસ ફરજ સાથે માનવતાના કાર્યો કરવા બદલ અને પ્રજા અને પોલીસ મિત્ર છે તે માંગરોળ મા સાબિત કરી આપ્યું હતું. શહેરના વિવિધ હિન્દુ મુસ્લીમ સમાજ દ્રારા જે.ડી પુરોહિત ને સાલ, મુમેન્ટ, છબી અને ફુલ આપી સન્માનીત કર્યા હતા, આ પ્રસંગે માંગરોળ ના આગેવાનો દ્રારા સાહેબની કામગીરી બીરદાવી હતી, વિદાય પામતા પુરોહિત સાહેબે બે વર્ષ માં માંગરોળ ની પ્રજાએ આપેલ પ્રેમને હંમેશા રાખવા અપીલ કરી હતી, આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી, નગરપાલિકા પ્રમુખ મો. હુસેન જેઠવા, નગરપાલિકા ઉપ પ્રમુખ મનોજભાઈ વિઠલાણી, ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, ઘાંચી સમાજના પટેલ હનીફ ભાઈ, બાર એસોસીએશન ના પ્રમુખ કિશનભાઇ પરમાર, મેરામણભાઈ યાદવ, શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયા, વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઇ મેસવાણિયા, પ્રકાશભાઇ લાલવાણી, પ્રફુલભાઈ નાંદોલા, પંકજભાઈ રાજપરા, તાલુકા ભાજપ આગેવાન દાનભાઈ ખાંભલા જાયંટ્સ ગ્રૂપ ના ડાયરેક્ટર ગુણવંતબાપુ સુખાનંદી, વેપારી અગ્રણી પરેશભાઈ જોષી, પી એસ આઈ ચાવડા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સહીત હિન્દુ મુસ્લીમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોષીએ સફળ રીતે કર્યું હતું,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

