Gujarat

સુરતના હીરા ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટ લાભદાયી નિવડ્યું

સુરત
ડાયમંડ ઉદ્યોગમાં રફ અને પોલીશ્ડ ડાયમંડ ઉપર ૭.૫% ડ્યુટી વસૂલવામાં આવતી હતી. તેના કારણે ડાયમંડ ઉધોગને આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું હતું. ડાયમંડ ઉદ્યોગ દ્વારા ડ્યુટીને ૨.૫ કરવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે બજેટમાં ડાયમંડ ઉપર લાગતી ડ્યુટી ૫% કરી દેવાતા ઉદ્યોગકારોએ તેને આનંદભેર સ્વીકારી લીધી છે. ઇઝરાયેલથી આવતા હાફ કટ ડાયમંડ ઉપર પણ ૭.૫ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. પરંતુ તેના ઉપર હવે ઝીરો ટકા કરી દેવાતા નાના ઉદ્યોગકારોને સૌથી મોટો ફાયદો થશે. નાના ઉદ્યોગકારોને આ ર્નિણયથી ખૂબ મોટો લાભ થઈ શકે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જાેડાયેલા નાના નાના ઉદ્યોગકારોને તેનો સૌથી વધુ લાભ થશે તેવું ઉધોગકારો માની રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં જે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને લઈને મહત્વના ર્નિણય લેવાયા છે. તેને કારણે ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે.કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને ૫% કરી દેવાતા મોટો લાભ થયો છે.

Booster-dose-to-Surats-diamond-industry.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *