Gujarat

અમદાવાદના ઇસનપુરમાં શોકનો માહોલ, પવિત્ર શ્રાવણમાસમાં મંદિરની બહાર ગૌવંશના ટુકડા મળ્યા

અમદાવાદ
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર સવારે ગૌવંશના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી ગયું હોય અથવા લઈ જતાં પડી ગયું હોય તેવી શંકા આસપાસના સ્થાનિક રહીશો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે મહાદેવના મંદિરની બહાર કતલ કરેલું ગૌવંશ મળી આવતા લોકોમાં રોષ જાેવા મળ્યો છે.હિન્દુ સંગઠનો અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.તેઓ દ્વારા ઈસનપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે ધીરે ધીરે વિસ્તારમાં દુકાનો બંધ થઈ રહી છે. લોકો મંદિર પાસે ભેગા થઇ ગયા હતા અને આ રીતે ગૌવંશની કતલ કરનારા આરોપીને ૨૪ કલાકમાં ઝડપી પાડવા માટે માંગણી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ સવારે ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી નજીક ભગવાન નગર સોસાયટીની બહાર ગૌવંશનું માથું અને તેનાથી આગળ મનસાપૂર્ણ મહાદેવ મંદિરની બહાર લોકોએ રોડ ઉપર ગૌવંશના ટુકડા જાેયા હતા. પ્લાસ્ટિકના થેલામાં અને કાગળમાં વાળીને આ ટુકડા ત્યાં રોડ ઉપર પડેલા જાેઈ અને સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.પૂર્વ કાઉન્સીલર અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા દક્ષેશ મહેતા પહોંચી ગયા હતા. સવારે આ રીતે કોઈ વ્યક્તિ ગૌવંશને લઈ જતો હોય અથવા ધાર્મિક લાગણી દુભાવવા માટે મહાદેવના મંદિરની બહાર ફેંકી ગયો હોય તેવી શંકા છે. જેથી અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે પોલીસ ૨૪ કલાકમાં આ રીતે કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરે. માલધારી મહાપંચાયત પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે ઇસનપુર ખાતે આજે સવારે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ગાય માતાના ટુકડે ટુકડા કરી જાહેર રોડ રસ્તા પર ફેંકી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો કોઈ કાયદાનો ડર અને ખૌફ નથી તેવી ચેલેન્જ અસામાજીક તત્વોએ ફેકી છે. ગુજરાતમાં ગાયોની કતલ ઉપર ગુજરાત સરકારે જન્મટીપનો કાયદો બનાવ્યો છે પણ ફક્ત કાગળ ઉપર જ છે. અમે વારંવાર રજુવાત કરી છે કે રાત્રીના ૩થી ૫ના સમય દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન અસામાજીક તત્વો ગાયોની ચોરી કરી કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. છતાંય આ બાબતે કોઈ ઠોસ પગલા ના ભરાતા આજે ઇસનપુરમાં આરોપીઓનો પાપનો ઘડો છલક્યો છે. અમારી માંગણી છે કે ઇસનપુરમાં કૃત્ય કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *