Gujarat

એએમસી રોડ, પાણી અને પાયાની સુવિધાના કામ માટે કરોડોના બોન્ડને મંજૂરી

અમદાવાદ
કોરોનાકાળમાં મ્યુનિ.એ જે ખર્ચ કર્યો તે પેટે ૪૫૯ કરોડ રાજ્ય સરકારે ચૂકવ્યા છે. તેમ છતાં મ્યુનિ.ની હાલત અંગે પૂછાતાં સ્પષ્ટતા કરવામાં આવી હતીકે, મ્યુનિ.ને તેની કેટલીક સેવાઓની આવક નહીં થવાને કારણે અંદાજે ૯૦૦ કરોડ જેટલું નુકસાન થયું છે. મ્યુનિ.માં ગ્રીન પ્રોજેક્ટના કામો માટે ૨૦૦ કરોડના બોન્ડ લેવાના તંત્રની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ ઉપરાંત મ્યુનિ. બીજી ૩૫૦ કરોડની લોન ગુજરાત સ્ટેટ ફાઈનાન્સ કોર્પોરેશન પાસેથી લેશે. આ લોન પગાર, રોડ, ગટર, પાણી જેવા પ્રાથમિક કામો માટે લેવાશે. મ્યુનિ. જ્યારે ૨૦૦ કરોડના બોન્ડ લેશે તે બાદ મ્યુનિ.નું દેવું ૧૧૦૦ કરોડ પર પહોંચવાની ધારણા છે. મ્યુનિ. અત્યારે જે જીએસએફએસ પાસે જે ૩૫૦ કરોડના લોન લેવા જઇ રહી છે તે ૭ વર્ષ માટે આપશે તેમજ તેનનું વ્યાજદર હાલ અન્ય બેંકો જે વ્યાજ ચુકવે છે તેથી ૦.૨૫ ટકા જેટલું ઓછું હશે. રિવરફ્રન્ટ માટે લેવાયેલી લોનમાં જ મ્યુનિ.ને ૬.૭૫ ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે. મ્યુનિ. આવક વધારવા પ્રહલાદનગર, સિંધુભવન અને રિવરફ્રન્ટ પર બની રહેલા મલ્ટિલેવલ પાર્કિંગની દુકાનો વેચશે. અગાઉ મ્યુનિ.ને સ્માર્ટ સિટી સહિત અન્ય કામગીરી માટે ૭૦૦ થી ૮૦૦ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર પાસે મળતી હતી. તે રકમ જ્યારે મળે ત્યારે તે પહેલા અન્ય કામોમાં એડજસ્ટ કરી દેવાતી હતી. એસવીપી હોસ્પિટલ કરોડના ખર્ચે બનાવ્યા બાદ તેને મેઇન્ટેન કરવા – ચલાવવા માટે મ્યુનિ.ને દર મહિને રૂ. ૧૭ કરોડની ખોટ જઇ રહી છે. એટલે કે બાર મહિને રૂ. ૨૦૦ કરોડની ખોટ જઇ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર વાર્ષિક ૨૦૦ કરોડની રકમ ચુકવે તેવી માગ મ્યુનિ. દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *