Gujarat

   અમરનાથ ધામની સફળ યાત્રા કરનાર દંપતિનું શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન 

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
ડીસાની ચી.હં.દોશી પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષક તેમજ ધાન્ધાર મોદી સમાજ ડીસાના ઉત્સાહી પ્રમુખ ચંદુભાઈ કે.મોદી(એટીડી) તેમજ તેમનાં ધર્મપત્ની મીનાક્ષીબેન તાજેતરમાં ખૂબ જ પવિત્ર એવી અમરનાથ યાત્રા સફળ રીતે પૂર્ણ કરીને પરત આવતાં તેમનું ડીસાના શુભેચ્છક ગ્રુપ દ્રારા સાલ,પુસ્તક, મોમેન્ટો તેમજ ફૂલછડીથી સન્માન કરાયું હતું.
    આ શુભ અવસરે શુભેચ્છક ગ્રુપના સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,મફતલાલ મોદી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, બળદેવભાઈ રાયકા,ગફુલભાઈ દેસાઈ, મહેશભાઈ મનવર, પ્રવિણભાઈ નાઈ, જયેશભાઈ દેસાઈ, દિનેશભાઈ પુરોહિત, ઈશ્ર્વરભાઈ રાવળ,દિનેશભાઈ કવિરાજ,કાંતિભાઈ માળી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી મોદી દંપતિને અમરનાથ યાત્રા બદલ અભિનંદન આપી તેમના અનુભવો સાંભળ્યા હતા તેમજ તેમનું ગૌરવભેર સન્માન કર્યું હતું.

IMG-20220721-WA0385.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *