Gujarat

વેરાવળમાં સિંધી સમાજના પવિત્ર ચાલીસા માસની વહેલી સવારે દરિયા દેવના પૂજન સાથે શરૂઆત કરાઈ ચાલીસા સાહેબ સ્થાપન, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા

  ગિરગઢડા
 ભરત ગંગદેવ.
.સિંધી સમાજ માટે પવિત્ર ચાલીસા માસનું ખૂબ મહત્વ હોઈ છે. જેની આજથી શરૂઆત થતા વેરાવળ ચોપાટી ખાતે વહેલી સવારે દરિયાદેવનું પૂજન અને અરદાસ કરાઈ હતી.ત્યારબાદ બપોરે 4 કલાકે વાણંદ સોસાયટી સ્થિત ઝુલેલાલ મંદિર ખાતે ચાલીસા સાહેબની સ્થાપના કરાઈ હતી.સાંજે 5:30 થી 8:00 સત્સંગનું આયોજન પણ કરાયું હતું.આવનારા 40 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો ,સત્સંગનું પણ ભવ્ય આયોજન કરાશે.ઉપરાંત આ 40 દિવસ દરમિયાન જે લોકો ચાલીસા સાહેબનું પૂજન કરે છે તેઓએ દાઢી, વાળ,નખ નથી કાપતા.નવા કપડાં ન લેવા કે પહેરવા, બ્રહ્મચર્યાનું પાલન કરવું, સફેદ વસ્તુ ન ખાવી, પાદુકા ન પહેરવી, ઘરની બહારના પાણી કે ભોજનનું સેવન ન કરવું,પલંગ કે ખુરશી પર ન બેસવું કે ન સૂવું જેવા નિયમોનું પાલન કરવામાં આવે છે અને જે 40 દિવસ આ નિયમોનું પાલન ન કરી શકે તેઓ 11 દિવસ નિયમોનું પાલન કરી પોતાની ભક્તિ કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી લિલાશાહ સત્સંગ ગ્રૂપ, હરી ઓમ સત્સંગ ગ્રૂપ, ધન નિરંકાર ગ્રૂપ, ગુરુનાનક કીર્તન મંડળી, સિંધી સમાજ સેવા સમિતીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

IMG-20220721-WA0416.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *