Gujarat

ઉના 93 વિધાનસભાના ઉમેદવાર કેસી રાઠોડે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું..

શહેરના માર્ગ પર ભાજપ કાર્યકર્તા સહીતના મોટી સંખ્યામાં જનમેદની સાથે મહારેલીમાં જોડાયા હતાં.

ઉના 93 વિધાનસભાના ઉમેદવાર કાળુભાઇ ચનાભાઈ રાઠોડ (કે.સી) દ્વારા ઉના ગીરગઢડા તાલુકાના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જનમેદની સાથે શહેરમાં માર્ગ પર મહારેલી યોજી બાદમાં ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું. જેમા ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહીતના કાર્યકરો આગેવાનો, યુવાનનો તેમજ મહીલાઓ જોડાયા હતા. બાદમાં પ્રાંત કચેરી ખાતે અધિકારી ડે.કલેક્ટર રાવલની ઉપસ્થિતિમાં વિધીવત ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું. ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હજારોની સંખ્યામાં કાર્યકરો, આગેવાનો જોડાયા હતા. ત્યારે શહેરમાં કેસરિયા ભગવોથી રંગે રંગાયેલો માહોલ છવાયો હતો. જાણે વિજય સરઘસ નિકળ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અને પ્રચારના શ્રી ગણેશ કરેલ હતા. અને ભાજપના ઉમેદવાર કેસી રાઠોડએ જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ મુક્યો હતો.

93-વિધાનસભાના-ઉમેદવાર-કેસી-રાઠોડ-પ્રાંત-કચેરી-ખાતે-ઉમેદવારી-ફોર્મ-રજુ-કર્યુ-હતું-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *