Gujarat

સમગ્ર જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી કેતન પાટીલની નિમણૂક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ હેઠળ હાલ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે જામનગર જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. જિલ્લાના 78 જામનગર (ઉત્તર) વિધાનસભા બેઠક તથા 79 જામનગર (દક્ષિણ) બેઠક પર શ્રી ધીરજ કુમાર, 76 કાલાવડ તથા 77 જામનગર ગ્રામ્ય બેઠક પર શ્રી વૈદ્યનાથ યાદવ અને 80 જામજોધપુર વિધાનસભા બેઠક પર શ્રી મહિમાપત રાયની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.જ્યારે 79 જામનગર (દક્ષિણ) તથા 80 જામજોધપુર બેઠક પર શ્રી પી.ડી.સાલુંખે તથા 76 કાલાવડ, 77 જામનગર (ગ્રામ્ય) તથા 78 જામનગર(ઉત્તર)માટે શ્રી એ.ડી.આંબેડકર ખર્ચ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી કેતન બલીરામ પાટીલની નિમણુક કરવામાં આવી છે.

 

જિલ્લાના મતવિસ્તારોમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવનાર શ્રી ધીરજ કુમારનો મો. ૬૩૫૭૪૮૪૩૪૧, objam7879@gmail.com પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.૨ ખાતે, શ્રી વૈદ્યનાથ યાદવનો મો.૬૩૫૭૪૮૪૩૪૨, respat-bih@gov.in પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.૪, અને શ્રી મહિમાપત રાયનો મો.૬૩૫૭૪૮૪૩૪૩, mahimapat@gmail.com પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.૩ ખાતે સંપર્ક થઇ શકશે. જિલ્લાના તમામ મતવિસ્તારમાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી કેતન પાટીલ ફરજ બજાવશે. જેમનો મો.૬૩૫૭૪૮૪૩૪૬, patiketan.baliram@ips.gov.in, જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.૬ પર સંપર્ક થઈ શકશે. ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી પી.ડી. સાલુંખેનો મો.૬૩૫૭૪૮૪૩૪૫, pravin.d.salunkhe@incometax.gov.inપર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.૮ તથા શ્રી એ.ડી.આંબેડકરનો મો.૬૩૫૭૪૮૪૩૪૪, aviyogi.d.ambadkar@incometax.gov.in પર જામનગર સર્કિટ હાઉસના રૂમ નં.૭ ખાતે અપોઈન્ટમેન્ટ મેળવ્યાં બાદ સંપર્ક કરી શકાશે. આ મતવિસ્તારોમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *