ઊનાના કોબ ગામે રહેતા અને અગાઉ જુના મનદુખના કારણે મહીલાના ઘરે પાંચ શખ્સો આવી લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મહીલાની ફરીયાદ આધારે નવાબંદર મરીન પોલીસે ૫ શખ્સો વિરૂધ ગુન્હો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કોબ ગામે રહેતા સંજય ભુપત શિંગડ, ભુપત નગા શિંગડ, માનુબેન ભુપત શિંગડ, ભાણા નગાજણ શિંગડ તેમજ ભરત ભાણા શિંગડે એજ ગામની વાડી વિસ્તારમાં રહેતા સવિતાબેન ભીમાભાઇ બાંભણીયાના ઘરે પાસે રોડ પર પાંચ શખ્સો આવી અગાઉ મનદુખના કારણે ભુંડી ગાળો કાઢી હતી. અને સાથે લઇ આવેલ દારતડુ, લોખંડનો પાઇપ વડે તુટી પડતા સવીતાબેનને માથા તેમજ પગના ભાગે હુમલો કરી ગંભીર ઇજા કરતા લોહીલોહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહીલાને ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ બાબતે ઇજાગ્રસ્ત સવીતાબેન ભાણાભાઇ બાંભણીયાએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.


