છોટાઉદેપુર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં આજ થી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ, જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષાર્થીઓ ને ફુલ આપી શુભેચ્છાઓ પાઠવી,
છોટા ઉદેપુર જિલ્લામાં આજ થી આરંભ થતી બોર્ડ ની પરીક્ષા ઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિ પૂર્ણ માહોલમાં ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષાર્થીઓ શાંતિ થી પરીક્ષા આપે તેવું સુચારુ અયોજન કર્યું છે.
છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 28 પરીક્ષા કેન્દ્રો ને સી.સી ટીવી કેમેરા થી સજ્જ કરાયેલા 777 જેટલાં બ્લોક માં આજ થી બોર્ડની પરીક્ષા નો શુભારંભ થયો છે, જેમાં ધોરણ 10 નાં 15198 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે , જ્યારે ધોરણ 12 નાં સામાન્ય પ્રવાહમાં 6069 જેટલાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે, તો વિજ્ઞાન પ્રવાહનાં 1234 જેટલાં વિધાર્થીઓ મળી ફૂલ 22501 જેટલાં પરીક્ષાર્થીઓ આજ છોટા ઉદેપુર જિલ્લાના તાલુકા મથક ખાતે શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યાં છે.
છોટા ઉદેપુર એસ એફ હાઈસ્કૂલ ખાતે આજે ધોરણ 10 નાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા શાળા કેમ્પસ માં પ્રવેશતી વખતે વિધાર્થીઓ સ્વસ્થ ચિતે શાંતીપુર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્ના પંચોલી અને એસ. એફ. હાઈ સ્કૂલના આચાર્ય હિતેશ ચૌહાણ અને શાળાના સ્ટાફ દ્વારા દરેક પરીક્ષાર્થીઓને ફુલ આપી કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


